ચૂંટણી

એનડીએ ૨૭૫ બેઠકો સાથે ફરી સત્તા પર

યુપીએ ૧૪૭ બેઠકો પર જીત મેળવી શકશે

Lok Sabha Election 2019 Opinion Poll
211

એનડીએ ૨૭૫ બેઠકો સાથે ફરી સત્તા પર, યુપીએ ૧૪૭ બેઠકો પર જીત મેળવી શકશે, ઓપિનિયન પોલ અનુસાર, દેશની ૫૪૩ લોકસભા બેઠકોમાંથી ભાજપ ૨૩૦ બેઠકો જીતી શકે છે. દેશમાં યોજાનારી સામાન્ય ચૂંટણી બાદ ભાજપના નેતૃત્વમાં એનડીએ ફરી એકવાર દેશની ગાદી પર બેસશે.

ઓપિનિયન પોલ્સ મુજબ એનડીએ આ વખતે લોકસભાની ૫૪૩ બેઠકોમાંથી સરેરાશ ૨૭૩ જેટલી બેઠકો જીતે એવી શક્યતાઓ છે. જે બહુમતી માટે પર્યાપ્ત છે. આ પહેલા ૨૦૧૪ ની લોકસભા ચૂંટણીમાં એનડીએ ને 330 થી વધુ બેઠકો મળી હતી જે ત્રણ દાયકાઓમાં મળેલ સૌથી મોટો જનાદેશ હતો.

ટીએમસી ૨૮, બીજેપીને ૧૪, શિવસેનાના ૧૩, સમાજવાદી પાર્ટી ૧૫, બીએસપી ૧૪, આરજેડી ૮, જેડીયુ ૯ અને અન્યને ૧૧૫ બેઠકો પર જીત મળી શકે છે. જો ગઠબંધનના હિસાબે આંકડાઓ પર નજર નાખવામાં આવે તો એનડીએને ૨૭૫ અને યુપીએને ૧૪૭ અને અન્યને ૧૨૧ બેઠકો મળી શકે છે. યુપીએ અને અન્યની બેઠકો સાથે મળીને પણ ૨૬૮ થાય છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં ચૂંટણી પહેલા કેટલાક ઓપિનિયન પોલ્સ થાય છે જેમાં હજારો લોકોના મંતવ્ય લેવામાં આવે છે. આ ઓપિનિયન પોલ્સના પરિણામ માત્ર એક સંભાવનાને દર્શાવે છે. ઓપિનિયન પોલ અનુસાર, દેશની ૫૪૩ લોકસભા બેઠકોમાંથી ભાજપ ૨૩૦ બેઠકો જીતી શકે છે. જ્યારે કોગ્રેસને ૯૭ બેઠકો મળી શકે છે.

Leave a Reply