ટેકનોલોજી

વોટ્સએપમાં નવું ફીચર ની જાણો ખાસિયત

આ ફીચરથી વીડિયો વધુ સરળ જોવા મળશે

New Feature in WhatsApp
293

વોટ્સએપમાં નવું ફીચર ની જાણો ખાસિયત, આ ફીચરથી વીડિયો વધુ સરળ જોવા મળશે, આ ફીચર એન્ડ્રોઈડ યૂઝર્સ માટે ખૂબ ઉપયોગી છે. સોશિયલ મીડિયા વોટ્સએપ અવાર-નવાર નવા ફીચર્સ અપડેટ કરતું રહે છે. યુઝર્સ માટે વધુ એક નવું ફીચર લઈને આવ્યું છે.

આ ફીચર પિક્ચર ઈન પિક્ચર (PIP) મોડને વધુ સારો બનાવ્યો. ઓરિજિનલ PIP મોડની એક મર્યાદા હતી. યુઝર્સને બીજી એપમાં સ્વાઈપ થવા માટે વોટ્સએપનો વીડ્યો બંધ કરવો પડતો હતો. જોકે હવે કંપની તેની સરળતા માટે નવો PIP મોડ 2.0 લઈને આવી રહી છે જેથી યુઝર્સને આ સમસ્યામાંથી મુક્તિ મળશે અને વીડિયો સરળતાથી જોઈ શકશે.

હવે કંપનીએ એન્ડ્રોઈડ એપનાં લેટેસ્ટ બીટા વર્ઝનનો ઉપયોગ કરતા તમામ યુઝર્સ માટે આ ફીચર લોન્ચ કરી દીધુ છે. એટલે કે PIP મોડ 2.0 ને એન્ડ્રોઈડ વર્ઝન 2.19.177 માં વોટ્સએપ બીટા માટે ઉપલબ્ધ છે. આ નવા ફીચરના આવ્યા પછી વોટ્સએપ યુઝર્સ કોઈપણ વીડિયો જેમ કે યુટ્યુબ કે ફેસબુક વીડિયોને બેકગ્રાઉન્ડમાં જોઈ શકશે. કોઈ પણ બીજી એપમાં સ્વાઈપ થયા હોય તો પણ વીડિયો સરળતાથી જોઈ શકશે.

તદુપરાંત વોટ્સએપ અન્ય એક ફીચરમાં પણ કામ કરી રહ્યું છે. જે ફીચર યુઝર્સને દ્વારા ભુલથી બીજા કોન્ટેક્ટમાં ફોટો મોકલવાની ભૂલથી બચાવશે. હાલમાં તો યુઝર્સ કોઈ ફોટો સિલેક્ટ કરે તો જેને મોકલાવવાનું છે તેના બદલે બીજી વ્યક્તિને સેન્ડ થઈ જાય તેવી સમસ્યા ઉપસ્થિત થાય છે. આ નવું ફીચર આવી ગયા પછી કોઈ ફોટો ભૂલથી બીજાને નહીં જાય.

Leave a Reply