તહેવાર

ચૈત્રી નવરાત્રિના નવ દિવસ

નવ શક્તિ ની આરાધના અને પૂજા

Chaitra Navratri Images
242

ચૈત્રી નવરાત્રિના નવ દિવસ, નવ શક્તિ ની આરાધના અને પૂજા, ચૈત્ર મહિનાની એકમથી નવમી તિથિ સુધી વાસંતિક નવરાત્રિ એટલે ચૈત્રી નવરાત્રીનું પર્વ ઉજવવામાં આવે છે.  ધર્મગ્રંથો પ્રમાણે નવરાત્રિમાં દર તિથિએ માતાના એક વિશેષ રૂપની પૂજા કરવાથી ભક્તની દરેક મનોકામના પૂરી થાય છે.

પહેલાં નોરતે  હિમાલયની પુત્રી શૈલપુત્રીનું પૂજન

ચૈત્રી નવરાત્રિના પહેલાં દિવસે માં શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માર્કણ્ડેય પુરાણ મુજબ દેવીનું આ નામ હિમાલયમાં જન્મ થવાથી પડ્યું હતું. હિમાલય આપણી શક્તિ, દ્રઢતા, આધાર અને સ્થિરતાનું પ્રતીક છે. માં શૈલપુત્રીને અખંડ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે.

બીજા નોરતે માતા બ્રહ્મચારિણીનું  પૂજન

નવરાત્રિના બીજા દિવસે માં બ્રહ્મચરિણીની પૂજા થાય છે. દેવી બ્રહ્મચરિણી બ્રહ્મ શક્તિ એટલે કે તપની શક્તિનું પ્રતીક છે. તેમની આરાધનાથી ભક્તને તપ કરવાની શક્તિમાં વધારો થાય છે. સાથે જ, બધા જ મનોવાંછિત કાર્યો પૂર્ણ થાય છે.

ત્રીજા નોરતે માં ચંદ્રઘંટાનું પૂજન

નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાને સમર્પિત છે. આ શક્તિ માતાનું શિવદૂતી સ્વરૂપ માનવામાં આવે છે. તેના મસ્તક પર ઘંટાના આકારનું અર્ધચંદ્ર છે, આ કારણએ તેમને ચંદ્રઘંટા દેવી કહેવામાં આવે છે. અસુરોની સાથે યુદ્ધમાં દેવી ચંદ્રઘંટાએ ઘંટના ટંકારથી જ અસુરોનો નાશ કર્યો હતો.

ચોથા નોરતે માં કૂષ્માંડાનું પૂજન

નવરાત્રિના ચોથા દિવસની પ્રમુખ દેવી માં કૂષ્માંડા છે. જેવી કૂષ્માંડા રોગોને તરત જ નષ્ટ કરનારી છે. તેમની ભક્તિ કરનાર શ્રદ્ધાળુઓને ઘન-ધાન્ય અને સંપત્તિની સાથે સાથે સારું સ્વાસ્થ્ય પણ પ્રાપ્ત થાય છે. માં દુર્ગાના આ ચોથા સ્વરૂપ કૂષ્માંડાએ પોતાના ઉદરથી બ્રહ્માંડને ઉત્પન્ન કર્યું હતું.

પાંચમાં નોરતે સ્કંદમાતાનું પૂજન

નવરાત્રિના પાંચમાં દિવસે સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. સ્કંદમાતા ભક્તોને સુખ પ્રદાન કરનારી માનવામાં આવે છે. દેવાસુર સંગ્રામના સેનાપતિ ભગવાન સ્કંદની માતા હોવાને કારણે માં દૂર્ગાના પાંચમાં સ્વરૂપને સ્કંદમાતાના નામથી જાણવામાં આવે છે.

છઠ્ઠા નોરતે માતા કાત્યાયનીનું પૂજન

શારદીય નવરાત્રિના છઠ્ઠા દિવસે આદિશક્તિ શ્રી દુર્ગાના છઠ્ઠા સ્વરૂપ કાત્યાયનીની પૂજા-આરાધનાનું વિધાન છે. મહર્ષિ કાત્યાયનની તપસ્યાથી પ્રસન્ન થઇને આદિશક્તિએ તેમને ત્યાં પુત્રી સ્વરૂપે જન્મ લીધો હતો. આ માટે તે કાત્યાયની કહેવામાં આવે છે.

સાતમાં નોરતે માતા કાલરાત્રિનું પૂજન

મહાશક્તિ માં દુર્ગાનું સાતમું સ્વરૂપ છે કાલરાત્રિ. માં કાલરાત્રિ કાળનો નાશ કરનારી છે, આજ કારણે તેમને કાલરાત્રિ કહેવામાં આવે છે. નવરાત્રિના સાતમાં દિવસે માં કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે.

આઠમાં નોરતે માતા મહાગૌરીનું પૂજન

નવરાત્રિના આઠમાં દિવસે માં મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. આદિશક્તિ શ્રી દુર્ગાનું આઠમું સ્વરૂપ શ્રી મહાગૌરી છે. માં મહાગૌરીનો રંગ અત્યંત ગોરો છે, આ માટે તેમને મહાગૌરી નામથી ઓળખવામાં આવે છે.

નવમાં નોરતે માતા સિદ્ધિદાત્રીનું પૂજન

નવરાત્રિના અંતિમ દિવસે માં સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. માં સિદ્ધિદાત્રી ભક્તોને બધા જ પ્રકારની સિદ્ધિ પ્રદાન કરે છે. તેમજ બધી જ સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

Leave a Reply