રમત

વર્લ્ડકપમાં ભારત-પાકની મેચમાં કોઈ ફેરફાર નહીં

અંતરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે વિશ્વકપના કાર્યક્રમમાં ફરશે નહી

ICC
239

વર્લ્ડકપમાં ભારત-પાકની મેચમાં કોઈ ફેરફાર નહીં, અંતરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે વિશ્વકપના કાર્યક્રમમાં ફરશે નહી, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર મેચ રમાશે. પુલવામામાં આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે મંગળવારે કહ્યું કે, તેને નથી લાગતું કે 30 મેથી શરૂ થઈ રહેલા વિશ્વકપના કાર્યક્રમમાં ફેરફાર થશે.

ઉલ્લેનીય છે કે, પુલવામા હુમલાને ધ્યાનમાં લેતા હરભજન સિંહે કહ્યું હતું કે, ભારતે 16 જૂનના રોજ માનચેસ્ટરમાં પાકિસ્તાન વિરૂદ્ધ રમાનાર મેચ નહીં રમવી જોઈએ. હરભજને કહ્યું કે, ભારત માનચેસ્ટરમાં પાકિસ્તાન વિરૂદ્ધ મેચ ગુમાવી દે તો પણ એટલી મજબૂત ટીમ છે કે વર્લ્ડ કપ જીતી શકે છે.

આસીસી ના સીઈઓ ડેવિડ રિચર્ડસને કહ્યું કે, રમત ખાસ કરીને ક્રિકેટમાં લોકોને નજીક લાવવા અને સમુદાયોને જોડાવની કમાલની ક્ષમતા ધરાવે છે અને અમે આજ આધારે અમારા સદસ્યો સાથે કામ કરીશું. હરભજને પોતાનો પક્ષ રાખ્ય પરંતુ આ નથી કીધું કે જો અમારે તેના વિરુદ્ધ સેમીફાઇનલ કે ફાઇનલ રમવું પડે તો શું અમે નહીં રમીયે, આપણે કાલ્પનિક સ્થિતિ પર વાત કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, 1999 વિશ્વકપમાં ભારત-પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમાઈ હતી ત્યારે કારગિલ યુદ્ધ થયું હતુ.

તેણે કહ્યું કે, આ કઠિન સમય છે. હુમલો થયો છે, તે અશ્વિસનીય છે અને ખોટુ છે. સરકાર મોટી કાર્યવાહી કરશે. જ્યાં સુધી ક્રિકેટનો સવાલ છે તો મને નથી લાગતું કે આપણે તેની સાથે કોઈ સંબંધ રાખવો જોઈએ બાકી આમ ચાલતું રહેશે. તેણે કહ્યું કે, આપણે દેશ સાથે ઉભા રહેવું જોઈએ. ક્રિકેટ હોય કે હોકી અથવા બીજી રમત આપણે તેની સાથે ન રમવી જોઈએ.

Leave a Reply