પ્રદેશ

બિનખેતીની પ્રક્રિયા ઓનલાઈન

ભ્રષ્ટાચારના રાક્ષસને નાથવા સરકારનું સરાહનીય પગલું

Non Farming
277

બિનખેતીની પ્રક્રિયા ઓનલાઈન, ભ્રષ્ટાચારના રાક્ષસને નાથવા સરકારનું સરાહનીય પગલું, બીન ખેતીની પ્રક્રિયામાં બેફામ ભ્રષ્ટાચાર થઇ રહ્યો હોવાથી. ગુજરાત સરકાર દ્વારા બીન ખેતીની પ્રક્રિયાને ઓનલાઈન કરવામાં આવી છે. જીલ્લાના સનદી અધિકારીને સત્તા સોપવામાં આવી છે. બીન ખેતીની નવી સિસ્ટમ આવકાર લાયક છે.

બીન ખેતીની પ્રક્રિયા જીલ્લા પંચાયત હસ્તક થતી હતી. પરંતુ જીલ્લા પંચાયતમાં બીન ખેતી માટે ઘણા દિવસો સુધી પ્રક્રિયા થઇ રહી હતી પરિણામે દિવસો અને દિવસો સુધી હુકમ થતા નહી, અરજદાર એક ટેબલી બીજા ટેબલ સુધી દોડા દોડી કરતો હોય. ટેબલ પર નાણાકીય લેવડ દેવડની પતાવટ થાય પછી જ બીન ખેતીની ફાઈલને મંજૂરીની મોહર લગતી હતી.

બીન ખેતીની વર્ષો જૂની પ્રક્રિયા સમાપ્ત કરવામાં આવી છે અને હવે બીન ખેતીની પ્રક્રિયાને ઓનલાઈન કરવામાં આવી છે. બીન ખેતીની તમામ પ્રકારની કાર્યવાહી જીલ્લાના સનદી અધિકારીને સુપ્રત કરવામાં આવી છે. અને આ પ્રક્રિયાનો ઝડપભેર અમલ ઇ રહ્યો છે. સરકારનો નિર્ણય આવકાર લાયક છે, સરાહનીય છે, અભિનંદનને પાત્ર છે.

ભ્રષ્ટાચારનું કેન્દ્રબિંદુ બીન ખેતીની ફાઈલ હોય અરજદાર પાસેથી લાખો રૂપિયા પડાવવા માટે સનિક કક્ષાએ અવનવા પેતરા અજમાવાતા હતા. ભ્રષ્ટાચારની ગંગોત્રી બની ગયેલી બીન ખેતીની પ્રક્રિયાને જળમૂળી ઉખેડી નાખવા સરકાર દ્વારા જૂની પધ્ધતિ રદ્દ કરી નવી પધ્ધતિ અપનાવી છે.

Leave a Reply