સમાચાર

નોસ્ત્રેદમસની ૨૦૧૯ ની ભવિષ્યવાણી

નોસ્ત્રેદમસની ૨૦૧૯ ની ભવિષ્યવાણી શું સાચી પડશે?

Nostradamus
309

નોસ્ત્રેદમસની ૨૦૧૯ ની ભવિષ્યવાણી કંપાવનારી છે, ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ જશે અને પશ્ચિમી દેશનું પતન થશે. ત્રીજું વિશ્વ યુદ્ધ બે સુપર પાવર વચ્ચે થશે અને આ વિશ્વ યુદ્ધ ૨૭ વર્ષો સુધી ચાલશે. ફ્રાંસિસી ભવિષ્યવેત્તા માઇકલ ધ નોસ્ત્રેદમસ પોતાની સચોટ ભવિષ્યવાણીઓ માટે વિશ્વ વિખ્યાત છે. ૧૪ ડિસેમ્બરે ૧૫૦૩ માં ફ્રાંસમાં જન્મેલા નાસ્ત્રેદમસે છંદ અને કવિતાઓના માધ્યમથી ભવિષ્યવાણી કરી છે.

૨૦૧૯ માં પરમાણુ યુદ્ધ અને પ્રાકૃતિક આપદાઓની પણ શંકા રહેશે. હંગેરી, ઇટાલી, ચેક રિપબ્લિક અને બ્રિટનમાં ભીષણ પૂર આવશે. અમેરિકાના જુદા-જુદા ભાગોમાં ચક્રવાતો આવશે કે જે ભયંકર તબાહી મચાવશે. મધ્ય પૂર્વ દેશો અને અન્ય કેટલાક દેશોમાં પણ ધાર્મિક અતિવાદ વધશે તેનાથી અશાંતિ અને ગૃહ યુદ્ધ થશે. તબીબી ક્ષેત્રે જોકે અભૂતપૂર્વ પ્રગતિ થશે કે જેનાથી લોકોની સરેરાશ આયુ વધી જશે. ચીન પોતાની રણનીતિના કારણે દુનિયાનો નવો નેતા બની જશે.

કેટલાયે લોકોને નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી પર ખુબજ વિશ્વાસ છે કેમકે હિટલરને લઈને કરવામાં આવેલી ભવિષ્યવાણી બિલકુલ સટીક હતી. હિટલર માટે આ પુસ્તકમાં સંકેત હતા કે નદી કિનારે રહેલા ગામમાં ગરીબ પરિવારમાં પેદા થશે. હિટલરનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો અને ત્યાં ગામ પાસે એક નદી પણ હતી.

Leave a Reply