દેશ

વન નેશન વન કાર્ડ

પીએમ નરેન્દ્ર મોદી એ સ્માર્ટ કાર્ડ લોન્ચ કર્યું

One Nation One Card
345

વન નેશન વન કાર્ડ, પીએમ નરેન્દ્ર મોદી એ સ્માર્ટ કાર્ડ લોન્ચ કર્યું, આ કાર્ડને સ્વીકાર સ્વીકાર નામ આપવામાં આવ્યું છે. આ કાર્ડનો ઉપયોગ મેટ્રો, બસ, સબ અર્બન રેલ્વે, ટોલ, પાર્કિંગ, સ્માર્ટ સિટી અને રિટેલમાં કરવામાં આવશે. વન નેશન વન કાર્ડની સાથે રૂપે કાર્ડ લિંક કરવામાં આવ્યું છે. રેલ્વે ટિકિટ કાઉન્ટર પર પીઓએસ મશીન પર કાર્ડનો ઉપયોગ કરવા સિવાય તમે મેટ્રો રેલ સ્માર્ટ કાર્ડ તરીકે પણ તેનો ઉપયોગ કરી શકશો. હવે બેન્ક જે પણ નવા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ઈશ્યૂ કરશે તેમાં નેશનલ કોમન મોબેલિટી કાર્ડ ફીચર હશે. આ કાર્ડનો ઉપયોગ મેટ્રો, બસ, સબ અર્બન રેલ્વે, ટોલ, પાર્કિંગ, સ્માર્ટ સિટી અને રિટેલમાં કરવામાં આવશે.

વન નેશન વન કાર્ડ કેવી રીતે કામ કરશે

આ કાર્ડ સંબંધિત બેન્ક દ્વારા ડેબિટ, ક્રેડિટ અથવા પ્રીપેડ કાર્ડની જેમ ઈશ્યૂ કરી શકાય છે.

સામાન્ય ડેબિટ અને ક્રેડિટ કાર્ડની જેમજ વન નેશન વન કાર્ડ એક કોન્ટેક્ટલેસ કાર્ડ છે જે મેટ્રો રેલ સ્માર્ટ કાર્ડની જેમ હશે.

આ કાર્ડ મેળવવા માટે તમારે બેન્કનો સંપર્ક કરવો પડશે.

વન નેશન વન કાર્ડ, નેશનલ મોબેલિટી કાર્ડના સપોર્ટની સાથે દેશની ૨૫ બેન્કોમાં ઉપલબ્ધ હશે જેમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને પંજાબ નેશનલ બેન્ક પણ સામેલ છે.

વન નેશન વન કાર્ડ શોપિંગ માટે પણ ઉપયોગમાં લઈ શકાશે.

કોઈપણ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં તેના દ્વારા પેમેન્ટ કરી શકાશે અને પાર્કિંગ અને ટોલ ટેક્સ આપવામાં પણ કામ આવશે.

વિદેશ યાત્રા દરમ્યાન આ કાર્ડની મદદથી એટીએમ પર ૫ ટકા કેશબેક અને મર્ચેન્ટ આઉટલેટ્સ પર ૧૦  ટકા કેશબેકનો લાભ પણ લઈ શકશે.

આ નવી પહેલને ઓટોમેટિક ફેયર કલેક્શન ગેટ ‘સ્વાગત’એ ડેવલપ કરી છે. જ્યાં એક ઓપન લૂપ ઓટોમેટિક ફેર કલેક્શન સિસ્ટમ ‘સ્વીકાર’નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Leave a Reply