વિજ્ઞાન

ખાધ પદાર્થોના પેકિંગને પણ આરોગી શકાશે

તે દિશામાં સંશોધન ચાલી રહ્યું છે

Food Packaging
227

ખાધ પદાર્થોના પેકિંગને પણ આરોગી શકાશે, તે દિશામાં સંશોધન ચાલી રહ્યું છે, પેકિંગમાં વપરાતા પ્લાસ્ટીક અને કાગળનો કચરોએ વૈશ્વીક સમસ્યા છે. શહેરી વિસ્તારોમાં જોવા મળતી ડમ્પીંગ સાઇટ પર કચરાનો ઢગ વધતો જાય છે જેથી રોગચાળો ફાટી નિકળે છે. ભારત જેવા દેશમાં જાહેર રસ્તા પર ખાધ પદાર્થોનું પેકિંગ તોડીને ફેંકવુંએ એ સામાન્ય વાત છે.

આથી વૈજ્ઞાનિકોએ ખાધ પદાર્થની સાથે તેનું રેપર પણ ખાઇ શકાય તે દિશામાં સંશોધનો શરુ કર્યા છે. આ પ્રયોગ આજકાલ દૂધ અને તેમાંથી બનતી પ્રોડકટ માટે ચાલી રહયો છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે દૂધમાંથી એવી પેકિંગ બનાવી શકાય છે જેને કચરામાં ફેંકવાના સ્થાને તેને આરોગી પણ શકાશે.આ પરત દુધમાંથી રહેલા કેસિન પદાર્થમાંથી બને છે.

ન્યૂયોર્ક, અમેરિકાના કૃષિ વિભાગના વૈજ્ઞાનિકો આ પ્રકારના પેકેજિંગમાં સ્વાદ માટે પ્રો બાયોટિક અને બીજા પોષકતત્વો ઉમેરવાનું પણ વિચારી રહયા છે. દેખાવમાં પ્લાસ્ટીક જેવી લાગતી પાતળી પરતને હવાના સંપર્કમાં પણ ખરાબ ના થાય તેની પણ કાળજી રાખવામાં આવશે જેને કારણે પર્યાવરણ અને પ્રદૂષણ ફેલાતું અટકી જશે.

આ પહેલા પણ ખાઇ શકાય તેવા પેકેજિંગ સ્વરુપે બજારમાં સ્ટાર્ચ લાવવાનો પ્રયોગ થયો હતો. જો કે સ્ટાર્ચને લાંબા સમય સુધી બગડી જતું અટકાવી શકાતું ન હોવાથી નિષ્ફળતા મળી હતી. હવે નવા સ્વરુપના પ્રોટિન રેપર થોડાક વર્ષોમાં જ બજારમાં જોવા મળે તો નવાઇ નહી.

Leave a Reply