દેશ

પદ્મ પુરસ્કાર એટલે શું અને કોને મળે છે

પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી

Padma Awards
596

પદ્મ પુરસ્કાર દર વર્ષે આપવામાં આવે છે. દરેક વર્ષે આ યાદીમાં કલા, સાહિત્ય અને રમત ક્ષેત્રનાં મોટાં મોટાં નામ છે. સમાજ અને માનવતાના હિતમાં કરાયેલ તેમનાં કામ અને આ કામો માટેના તેમના ત્યાગ અને સંઘર્ષે તેમને અસાધારણ બનાવી દીધા છે. દેશના આવા નાગરિકોને સન્માનિત કરવા એ જ આ પુરસ્કારોનું અસલી ધ્યેય છે. આ પુરસ્કારોનાં નામની પસંદગી તેની મૂળભાવનાથી એકદમ નજીક જણાય છે. પદ્મશ્રી મેળવનારાઓમાં ગરીબોની સેવા કરનારા, મફત શિક્ષણ માટે શાળાઓ ખોલનાર અને વનવાસી કલાઓને વૈશ્ર્વિક રૂપે લોકપ્રિય બનાવનાર સાવ સામાન્ય લોકો સામેલ છે. આમ, સમાજના છેવાડાના નાગરિકોને દેશના ચોથા સૌથી મોટા સન્માનથી સન્માનિત કરી એક રીતે આ સન્માનનું જ સન્માન કરવામાં આવ્યું છે.

પદ્મ પુરસ્કાર

પદ્મ પુરસ્કાર ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંનો એક છે. કલા, સમાજસેવા, લોકકાર્ય, વિજ્ઞાન, વ્યાપાર ઉદ્યોગ, ચિકિત્સા, સાહિત્ય, શિક્ષા, રમત-ગમત સહિતનાં વિવિધ ક્ષેત્રોમાં આ સન્માન આપવામાં આવે છે. આ સન્માન દર વર્ષે ૨૬ જાન્યુઆરી ના રોજ જાહેર કરવામાં આવે છે અને સામાન્ય રીતે માર્ચ – એપ્રિલ મહિનામાં રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સન્માન સમારોહમાં આપવામાં આવે છે. ૧૯૫૪માં સૌપ્રથમ વખત પરમ સન્માનની જાહેરાત કરવામાં આવી હતી. એક વર્ષમાં ૧૨૦ વ્યક્તિઓને જ આ પુરસ્કારો આપવામાં આવે છે.

પદ્મ વિભૂષણ

પદ્મ પુરસ્કાર ભારતરત્ન બાદ ભારતનું બીજું સૌથી મોટું નાગરિક સન્માન છે. આ સન્માન કોઈ પણ ક્ષેત્રમાં વિશિષ્ટ અને ઉલ્લેખનીય સેવા માટે આપવામાં આવે છે. આ સન્માનમાં પુરસ્કાર કાંસાનો એક બિલ્લો આપવામાં આવે છે, તેનાં કેન્દ્રમાં એક કમળનું ફૂલ હોય છે, જેની પાંચ પાંખડીઓ તેને આવરી રાખે છે આ ફૂલની ઉપર નીચે પદ્મવિભૂષણ લખેલું હોય છે. બિલ્લાના પાછલા ભાગમાં અશોક ચિહ્ન હોય છે.

પદ્મભૂષણ

પદ્મભૂષણ પુરસ્કાર પદ્મવિભૂષણ બાદ ભારતનું ત્રીજું સૌથી મોટું સન્માન છે. આ સન્માન ભારત સરકાર દ્વારા ઉત્કૃષ્ટ કોટિની વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે. આ સન્માનમાં પણ કાંસાનો બિલ્લો આપવામાં આવે છે, તેમાં વચ્ચે કમળનું ફૂલ બનેલું હોય છે, જેની ત્રણ પાંખડીઓ તેને આવરી રાખે છે, તેની ઉપર નીચે પદ્મભૂષણ લખેલું હોય છે. બિલ્લાના પાછલા ભાગમાં અશોક ચિહ્ન હોય છે.

પદ્મશ્રી

પદ્મશ્રી પુરસ્કાર પદ્મભૂષણ બાદ ભારતનું ચોથું સૌથી મોટું નાગરિક સન્માન છે. આ સન્માન ભારત સરકાર દ્વારા કોઈ પણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા પ્રદાનના ફળસ્વરૂપે આપવામાં આવે છે. આ સન્માનમાં પણ કાંસાનો બિલ્લો આપવામાં આવે છે, તેમાં વચ્ચે કમળનું ફૂલ બનેલું હોય છે, જેની ત્રણ પાંખડીઓ તેને આવરી રાખે છે, તેની ઉપર નીચે પદ્મભૂષણ લખેલું હોય છે. બિલ્લાના પાછલા ભાગમાં અશોક ચિહ્ન હોય છે.

કેવી રીતે અપાય છે પદ્મ પુરસ્કાર

આ સન્માનનાં નામો પર વિચાર કરવા માટે પ્રધાનમંત્રી દ્વારા દર વર્ષે એક સમિતિનું ગઠન કરવામાં આવે છે. પદ્મ પુરસ્કારોની ભલામણ રાજ્ય સરકાર, સંઘ રાજ્ય પ્રશાસન, કેન્દ્રીય મંત્રાલય વિભાગ સાથે-સાથે ઉમદા સંસ્થાનો વગેરે પાસેથી મેળવવામાં આવે છે, ત્યાર બાદ આ સમિતિ આ નામો પર વિચાર કરે છે. પુરસ્કાર સમિતિની ભલામણ બાદ પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને રાષ્ટ્રપતિ તેના પર વિચાર કરે છે, ત્યાર બાદ ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ આ નામોની જાહેરાત કરવામાં આવે છે.

સરકાર દ્વારા એક પોર્ટલ શરૂ કરાયું, જ્યાં વ્યક્તિગત‚પે, મંત્રાલયો, રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવેલી ભલામણો સ્વીકારવામાં આવે છે. પોર્ટલ સિવાય કોઈ પણ બીજી રીતે કરાયેલ અરજી સ્વીકારવામાં આવતી નથી. ભલામણ કરનારને તેનું નામ અને આધારકાર્ડ લખવાં ફરજિયાત છે.

પદ્મ પુરસ્કારો ૨૦૧૯ જાહેરાત

૨૦૧૯ માં કુલ ૧૧૨ પદ્મ પુરસ્કારો આપવામાં આવશે છે. ૪ પદ્મ વિભૂષણ, ૧૪ પદ્મ ભૂષણ અને ૯૪ પદ્મશ્રી એવોર્ડ હશે. ૨૧ સ્ત્રીઓ, એક ટ્રાન્સજેન્ડર અને 11 વિદેશી / એનઆરઆઈ / પીઆઈઓ / ઓસીઆઈ છે. પદ્મ એવોર્ડ ત્રણ એવા છે કે જેને મરણોત્તર સન્માન કરવામાં આવશે. આ વર્ષે, ૧૧ માર્ચ પર ૫૪ લોકો અને બાકીના ૫૮ લોકો ૧૬ મી માર્ચના રોજ પુરસ્કાર આપવામાં આવશે.

વર્ષ ૨૦૧૯ પદ્મ પુરસ્કારો સૂચિ

પદ્મ વિભૂષણ

૧. તીજન બાઇ

૨. ઇસ્માઇલ ઉમર ગુલેહ (વિદેશી)

૩. અનિલ કુમાર મણિભાઇ નાઇક

૪. બલવંત મોરેશ્વર પુરંદરે

પદ્મ ભૂષણ

૧. જોન ચેમ્બર્સ (વિદેશી)

૨. સુખદેવ સિંહ ઢીંડસા

૩. પ્રવીણ ગોરધન

૪. મહાશય ધર્મ પાલ ગુલાટી

૫. દર્શન લાલ જૈન

૬. અશોક લક્ષ્મણરાવ કુકડે

૭. કરિયા મુંડા

૮. બુધાદિત્ય મુખર્જી

૯. મોહનલાલ વિશ્વનાથન નાયર

૧૦. એસ નાંબી નારાયણ

૧૧. કુલદીય નાયર (મરણોપરાંત)

૧૨. બછેંદ્રી પાલ

૧૩. વીકે શુંગલૂ

૧૪. હુકમદેવ નારાયણ યાદવ.

પદ્મ શ્રી

૧. રાજેશ્વર આચાર્ય

૨. બંગારૂ આદિગલર

૩. ઇલિયાસ અલી

૪. મનોજ વાજપેયી

૫. ઉદ્ધવ કુમાર ભારાલી

૬. ઓમેશ કુમાર ભારતી

૭. પ્રીતમ ભર્તવાન

૮. જ્યોતી ભટ્ટ

૯. દિલીપ ચક્રવર્તી

૧૦. મમ્મી ચાંડી

૧૧. સ્વપન ચૌધરી

૧૨. કંવલ સિંહ ચૌહાણ

૧૩. સુનીલ છેત્રી

૧૪. દિનકર ઠેકેદાર

૧૫. મુક્તાબેન પંકજકુમાર દાગલી

૧૬. બાબુલાલ દહિયા

૧૭. થંગા દારલોંગ

૧૮. પ્રભુ દેવા

૧૯. રાજકુમારી દેવી

૨૦. ભગીરથ દેવી

૨૧. બલદેવ સિંહ ઢિલ્લો

૨૨. હરિકા દ્રોણાવલ્લી

૨૩. ગોદાવરી દત્તા

૨૪. ગૌતમ ગંભીર

૨૫. દ્રોપદી ધિમિરય

૨૬. રોહિણી ગોડબોલે

૨૭. સંદિપ ગુલેરિયા

૨૮. પ્રતાપસિંહ હર્ડિયા

૨૯. બુલુ ઇમામ

૩૦. ફ્રેડરિકે ઇરિના

૩૧. જોરાવરસિંહ જાદવ

૩૨. એસ.જયશંકર

૩૩. નરસિંહ દેવ જમ્વાલ

૩૪. ફૈયાધ અહેમદ જાન

૩૫. કે.જી જયન

૩૬. સુભાષ કાક

૩૭. શરથ કમલ

૩૮. રજનીકાંત

૩૯. સુદામ કેવટ

૪૦. વામન કેન્દ્રે

૪૧. દિવંગત અભિનેતા કાદર ખાન

૪૨. અબ્દુલ ગફુર ખત્રી

૪૩. રવીંદ્ર કોલ્હે

૪૪. સ્મિતા કોલ્હે

૪૫. બોમ્બાયલા દેવી લેશરામ

૪૬. કૈલાશ મડૈયા

૪૭. રમેશ બાબાજી મહારાજ

૪૮. વલ્લભભાઇ વાસરાભાઇ મારવાનિયા

૪૯. ગીતા મેહતા

૫૦. શાદાબ મોહમ્મદ

૫૧. કેકે મોહમ્મદ

૫૨. શ્યામા પ્રસાદ મુખર્જી

૫૩. દૈતારી નાઇક

૫૪. શંકર મહાદેવન નારાયણ

૫૫. શાંતનુ નારાયણ

૫૬. નર્તકી નટરાજ

૫૭. ટર્સિગ નોરબો

૫૮. અનુપ રંજન પાંડે

૫૯. જગદીશ પ્રસાદ પારેખ

૬૦. ગણપતભાઇ પટેલ

૬૧. બિમલ પટેલ

૬૨. હુકમચંદ પાટીદાર

૬૩. હરવિંદર સિંહ ફુલકા

૬૪. મદુરૈ ચેન્નાઇ પિલ્લઇ

૬૫. તાઓ પોર્ચન લિંચ

૬૬. કમલા પુજારી

૬૭. પહલવાન બજરંગ પુનિયા

૬૮. જગતરામ

૬૯. આર.વી રમણી

૭૦. દેવરપલ્લી પ્રકાશ રાવ

૭૧. અનુપ શાહ

૭૨. મિલિના સાલ્વિની

૭૩. નગીદાસ સંઘવી

૭૪. સિરિવિનેલા સીતારામ શાસ્ત્રી

૭૫. શબ્બીર સૈયદ

૭૬. મહેશ શર્મા

૭૭. મોહમ્મદ હનીફ ખાન શાસ્ત્રી

૭૮. બૃજેશ કુમાર શુક્લ

૭૯. નરેન્દ્ર સિંહ

૮૦. પ્રશાંતિ સિંહ

૮૧. સુલ્તાન સિંહ

૮૨. જ્યોતિ કુમાર સિન્હા

૮૩. આનંદન શિવમણિ

૮૪. શારદા શ્રીનિવાસન

૮૫. દેવેન્દ્ર સ્વરૂપ (મરણોપરાંત)

૮૬. અજય ઠાકુર

૮૭. રાજીવ થરાનાથ

૮૮. શાલુમારદા થિમક્કા

૮૯. જમુના ટુડૂ

૯૦. ભારત ભૂષણ ત્યાગી

૯૧. રામસ્વામી વેંકટસ્વામી

૯૨. રામ શરણ વર્મા

૯૩. સ્વામી વિશુદ્ધાનંદ

૯૪. હીરલાલ યાદવ વેંકટેશ્વર રાવ યદલાપલ્લી

Leave a Reply