તહેવાર

મહાશિવરાત્રિ પર રાશિ પ્રમાણે પૂજા

શિવરાત્રિ પર રાશિ મુજબ કરો આ ઉપાય

God Shiva
380

મહાશિવરાત્રિ પર રાશિ પ્રમાણે પૂજા, શિવરાત્રિ પર રાશિ મુજબ કરો આ ઉપાય, મહાશિવરાત્રીના ઉત્સવને ભગવાન શંકરના વિવાહનો ઉત્સવ માનવામાં આવે છે. મહાશિવરાત્રીના દિવસે જ મહાદેવે પાર્વતીજી સાથે એક ધ્યેયપૂર્ણ વિવાહ કર્યા હતા. શિવજીના પાર્વતીજી સાથે વિવાહ દેવોના સેનાપતિ કુમાર કાર્તિકેયના જન્મ માટે થયા હતા, તેમના હાથે જ તાડકાસુરનો વધ થવાનો હતો.

મેષ – આ રાશિના સ્વામી મંગળ ના પૂજન શિવલિંગના રૂપમાં જ કરાય છે. શિવલિંગ પર કાચા દૂધ અને દહી અર્પિત કરો. સાથે જ ધતૂરો પણ ચઢાવો.

વૃષભ- શિવ મંદિર જઈ ભગવાન શિવને શેરડીના રસથી સ્નાન કરાવી. એ પછી મોગરાના ફૂલ ચઢાવો.

મિથુન – સ્ફ્ટિકને શિવલિંગની પૂજા કરશો તો શ્રેષ્ઠ રહેશે. આ રાશિના લોકો લાલ ગુલાલ , કંકુ ,ચંદન ,ઈત્ર વગેરેથી શિવલિંગના અભિષેક કરો.

કર્ક – અષ્ઠગંધ અને  ચંદનથી શિવજીના અભિષેક કરો. બેર અને લોટથી બનેલી રોટલીના ભોગ લગાવીને પૂજન કરો.

સિંહ- આ રાશિના લોકો જુદા-જુદા રીતે ફલોના રસ અને પાણીમાં સાકર મિક્સ કરી શિવલિંગના અભિષેક કરવો જોઈએ.

કન્યા- તમે મહાદેવને બેર, ધતૂરો, ભાંગ અને આંકડાના ફૂલ ચઢાવો. બિલ્વ પત્ર પર રાખી પ્રસાદ અર્પિત કરો.

તુલા- જળમાં જુદા-જુદા ફૂલ નાખી શિવજીને અભિષેક કરો. એ પછી બિલ્વ પત્ર મોગરા ગુલાબ ,ચંદન વગેરે ભોલેનાથને અર્પિત કરો.

વૃશ્ચિક- આ લોકોને શુદ્ધ જળથી શિવલિંગના અભિષેક કરવું જોઈએ. મધ અને ઘી થી સ્નાન કર્યા પછી જલ થી સ્નાન કરાવો.

ધનુ- ભાતથી શિવલિંગના શ્રૃંગાર કરો. પહેલા ભાતને રાંધી એને ઠંડા કરી શિવલિંગના શ્રૃંગાર કરો. સૂકા મેવાના ભોગ લગાડો.

મકર- તમે ઘઉંથી શિવલિંગને ઢાંકીને વિધિવત પૂજા કરો. આરતી થયા પછી ઘઉં ને દાન કરો.

કુંભ- જળમાં કાળા તલ મિક્સ કરી શિવલિંગ પર ચઢાવો. બિલ્વ પત્ર ગુલાબ વગેરે ફૂલ અર્પિત કરો.

મીન- પીપળ નીચે બેસીને શિવજીની પૂજા કરો. ૐ નમ: શિવાય મંત્રના ૧૦૮ વાર પાઠ કરો.

Leave a Reply