શહેર

ગરીબ કલ્યાણ મેળામાં ૨૬૦૦ લાભાર્થીઓને રૂ.૫.૧૦ કરોડની સહાય

ગરીબ કલ્યાણ મેળાનું તા.૩,૪ અને ૮ જાન્યુઆરીના રોજ ૩૩ જિલ્લાઓમાં આયોજન કરવામાં આવ્યું છે

Poor Kalyan Mela
533

ગરીબ કલ્યાણ મેળામાં ૨૬૦૦ લાભાર્થીઓને રૂ.૫.૧૦ કરોડની સહાય, તા.૩,૪ અને ૮ જાન્યુઆરીના રોજ ૩૩ જિલ્લાઓમાં આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ ગરીબ લાભાર્થીઓને અનેક પ્રકારની સહાયતાઓ આપવામાં આવશે.

ત્યારે આજરોજ રાજકોટના અટલ બિહારી વાજપેઈ ઓડિટોરીયમ ખાતે ગીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામા આવ્યું છે. આ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, મ્યુનિસિપલ કમિશ્નર બંછાનીધી પાની ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ગોવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહી લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

આ તકે બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમનો લાભ લીધો હતો. મેળા દરમિયાન ૨૬૦૦થી વધુ લાભાર્થીઓને રૂ.૫.૧૦ કરોડથી વધારે રકમની હાથોહાથ સહાય અર્પણ કરવામાં આવી હતી. કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતુ કે સમગ્ર રાજયમાં આજથી ૧૧માં તબકકાના ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ થયો છે.

રાજકોટના અટલ બિહારી વાજપેઈ ઓડિટોરીયમ ખાતે ગીબ કલ્યાણ મેળાનું આયોજનમાં જનતા તથા કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, મ્યુનિસિપલ કમિશ્નર બંછાનીધી પાની ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ગોવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply