દેશ

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધાન યોજના

કામદારો માટે વૃદ્ધાવસ્થાના રક્ષણની ખાતરી કરવા માટેની યોજના

Pradhan Mantri Shram Mandhan Yojana
566

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધાન યોજના, કામદારો માટે વૃદ્ધાવસ્થાના રક્ષણની ખાતરી કરવા માટેની યોજના, ઉંમરના પ્રમાણે જેટલા પૈસા ગ્રાહકના બેન્ક માંથી દર મહિને કપાશે  તેટલા જ પૈસા સરકાર ગ્રાહક ની  પેંશન યોજના માં જમા કરશે, અને ગ્રાહક ની ઉમર 60 વર્ષની થશે ત્યારે તે 3,000 પેંશન નો હકદાર બનશે

અસંગઠિત કામદારો મોટેભાગે ઘર આધારિત કામદારો, શેરી વિક્રેતાઓ, મધ્યાહ્ન ભોજનના કામદારો, હેડ લોડર્સ, ઇંટ ભઠ્ઠાવાળા કામદારો, પોતાના ખાતાના કામદારો, કૃષિ કામદારો, બાંધકામ કામદારો, બીડી કામદારો, હેન્ડલૂમ કામદારો, ચામડાની કામદારો, અને સમાન અન્ય વ્યવસાયો જેની માસિક આવક રૂ. ૧૫૦૦૦ પ્રતિ મહિના અથવા તેથી ઓછી છે અને ૧૮ થી ૪૦ વર્ષની વય જૂથની છે.

જેમાં નવી પેન્શન સ્કીમ (એનપીએસ), કર્મચારી સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (ઇએસઆઇસી) યોજના અથવા કર્મચારી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) હેઠળ આવરી લેવાશે નહીં. આવકવેરા ચુકવનાર ન હોવો જોઈએ. આ યોજનાને ગ્રામ્ય લેવલ સુધી લઇ જવા માટે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોની વિભાગ દ્રારા ચાલતા કોમન સર્વિસ સેન્ટરને કામગીરી સોંપવામાં આવી છે.

પ્રધાનમંત્રી નું કહેવું છે કે જે લોકો એ યોજનાનો લાભ ઉઠાવશે તેમના માટે આ યોજના ખૂબ મોટો સહારો બનશે. આ યોજના દેશના ૪૨ કરોડ શ્રમિકો-કામદારોની સેવાનો અવસર છે. ભવ્ય ભારતના નિર્માતા એવા શ્રમિકોનો પરસેવો એળે ન જાય તે રીતે શ્રમિકોના પરસેવાનું તિલક મા ભારતીને આજે થઇ રહ્યું છે.

Leave a Reply