અન્યપ્રવાસ

અમદાવાદની વધુ આઠ ઈમારતોને હેરિટેજની યાદીમાં સમાવવા તૈયારી

અમદાવાદમાં કોટવિસ્તારની વધુ આઠ ઈમારતોને હેરિટેજની યાદીમાં સમાવવા હિમાયત

Ahmedabad HeritageAhmedabad Heritage
155

અમદાવાદમાં કોટવિસ્તારની વધુ આઠ ઈમારતોને હેરિટેજની યાદીમાં સમાવવા માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકી છે. લોકોના વાંધા સૂચનો મંગાવવામાં આવતા આઠ મકાનોના માલિકોએ તેમની ઈમારતોને હેરિટેજની યાદીમાં સામેલ કરવા માગણી કરી છે. આ અંગે ટેકનિકલ કમિટીએ તેમને સાંભળીને આ ઈમારતો હેરિટેજની યાદીમાં સમાવવા માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકી છે. ૮ને યાદીમાં સમાવવાની હેરિટેજ કોન્ઝર્વેશન કમિટી દ્વારા ભલામણ કરાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્લ્ડ હેરિટેજ સિટીની જાહેરાત પહેલાં પોતાની મિલકત હેરિટેજમાં ગણાશે તો ફાયદો થશે કે ગેરફાયદો તે અંગે મિલકતધારકના મનમાં વિમાસણભરી સ્થિતિ હતી. હવે હેરિટેજ મિલકતોના રેસ્ટોરેશન વખતે ટીડીઆર – ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ સાઇટ મળવાનું શરૃ થતાં કેટલાંકને એમ થયું કે, આ બાબત ફાયદાકારક છે. આ સંજોગોમાં તેમણે તેમની મિલકતનો હેરિટેજની યાદીમાં સમાવેશ કરવા જણાવ્યું હતું. આ બાબત હેરિટેજ પરત્વેના પ્રેમની છે કે ટીડીઆરના સ્વાર્થની છે, તે નક્કી કરવું મુશ્કેલ છે.

Leave a Reply