વિદેશ

દુનિયાનો એક એવો દેશ કે જ્યાં જેલ બંધ કરી દેવામાં આવી

કેમ કે તે દેશ માં કોઈ આરોપી જ નથી

Prison
337

દુનિયાનો એક એવો દેશ કે જ્યાં જેલ બંધ કરી દેવામાં આવી, કેમ કે તે દેશ માં કોઈ આરોપી જ નથી, દુનિયાનો એક માત્ર અપરાધ વગર નો દેશ. ઘણા દેશમાં અપરાધ એટલો વધી ગયો છે કે આરોપીઓને રાખવા જેલ નાની પડે છે, પરંતુ યૂરોપમાં એક એવો દેશ છે કે જ્યાં આરોપીની અછતના કારણે જેલ પ્રશાસન દ્વારા જેલને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક વર્ષથી તો અહીં એકપણ આરોપી નથી.

પશ્ચિમ યૂરોપના દેશ નેધરલેન્ડ કે જ્યાં ઘટતા જતા અપરાધને કારણે જેલ બંધ થવા જઇ રહીં છે. આ જેલ બંધ થવાથી એક રીતે તો દેશ માટે સારી બાબત છે કે ત્યાંનો અપરાધ દર દિવસેને દિવસે ઘટતો જાય છે. નેધરલેન્ડની કુલ વસ્તી ૧ કરોડ ૭૧ લાખ અને ૩૨ હજારની આસપાસ છે. જેમાં ચોંકાવનારી બાબત તો એ છે કે આટલી મોટી વસ્તી ધરાવતા દેશ નેધરલેન્ડ પાસે જેલમાં બંધ કરવા માટે એકપણ આરોપી નથી.

દુનિયાના દરેક દેશે આ બાબતની નોંધ લેવી જોઈએ અને અપરાધ વગરનો દેશ બનાવવો જોઈએ. તેનો મતલબ તો એ થાય કે ત્યાંના લોકો કદાચ તેની સરકારથી વધુ ખુશ હશે અને દેશ પ્રત્યે વફાદાર રહે છે. આ પણ એક દેશ પ્રેમ કહેવાય.

નેધરલેન્ડમાં વર્ષ ૨૦૧૩ માં આ દેશમાં માત્ર ૧૯ કેદી હતા જે આંકડો વર્ષ ૨૦૧૮ સુધીમાં શૂન્ય પર પહોંચી ગયો હતો અને તેના કારણે દેશની જેલ ખાલીખમ થઇ ગઇ હતી. આ મામલે વર્ષ ૨૦૧૬ માં એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં નેધરલેન્ડના ન્યાય મંત્રાલય દ્વારા માહિતી બહાર પાડવામાં આવી હતી કે છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં દર વર્ષે કુલ અપરાધમાં ૦.૯ ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે.

Leave a Reply