વિદેશ

રાજ મોદી ગુજરાતની ધરતી છોડી ઝિમ્બાબ્વે સરકારમાં મંત્રી બન્યા

રાજ મોદી ગુજરાતની ધરતી છોડી ઝિમ્બાબ્વે સરકારમાં મંત્રી બન્યા, ગુજરાતીએ દેશનો ડંકો વગાડ્યો

raj modiherald.co.zw
412

રાજ મોદી ગુજરાતની ધરતી છોડી ઝિમ્બાબ્વે સરકારમાં મંત્રી બન્યા, પોતાનુ વતન છોડી પારકા દેશમાં જઈને વસતા એક ગુજરાતીએ દેશનો ડંકો વગાડ્યો છે. મૂળ ગુજરાતના રાજપીપળાના વતની રાજ મોદી છેલ્લા 30-35 વર્ષથી આફ્રિકાના ઝીમ્બાબ્વેમાં રહે છે. તેમણે 2018 માં ઝિમ્બાબ્વેમાં યોજવામાં આવેલ ચૂંટણીમાં ભારે બહુમતીથી સાથે ચૂંટાઈ આવ્યા હતા. તેથી તેમને ઝીમ્બાબ્વે દેશના ડેપ્યુટી મીનીસ્ટર ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ વિભાગના પ્રધાન તરીકે ખાતુ સોપવામાં આવ્યું હતુ. તેમનુ સન્માન રાજપીપળા ખાતે તેમના મૂળ વતનમાં કરવામાં આવ્યુ હતુ.

રાજેશકુમાર ઇન્દુભાઇ મોદી ઝીમ્બાબ્વેમાં જઈને વસ્યા બાદ નાની નોકરીથી શરૂઆત કરી અને પોતાનો ધંધો શરૂ કર્યો હતો તેઓ રાજપીપળાના સામાન્ય કુટુમ્બમાં જન્મેલા છે. તેમણે પોતાનો ધંધો અથાગ મહેનત અને લગનથી કર્યો અને સમાજ સેવામાં સમય વિતાવતા હોવાથી ઝીમ્બાબ્વે દેશના લોકોમાં તેઓ લોકપ્રિય બન્યા હતા.

રાજમોદીએ વધુ માં જણાવ્યું કે ‘ઝિમ્બાબ્વે સંસદમાં નાયબ મંત્રી બન્યા હોય તેવા તેઓ પહેલા ભારતીય છે. ભારત સરકાર આ બાબતે સકારાત્મક વલણ ધરાવતી હોવાથી ભારતના લોકોને ઝિમ્બાબ્વેમાં વ્યાપાર માટે રોકાણ કરવા આમંત્રણ પણ આપ્યુ હતુ. અહીં આવવાનો તેમનો ઉદેશ્ય ભારત અને આફ્રિકા સાથે ધંધાકીય સબંધ વધે તે માટેનો છે. આ માટે તેમણે કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ સાથે દિલ્હીમાં મીટિંગ પણ કરી હતી.

Leave a Reply