નોકરી

રાજકોટ મહાનગરપાલિકામાં વેકેન્શી

૮૨૫ એપ્રેન્ટીસની જગ્યા માટે ભરતી પ્રક્રિયા

Rajkot Municipal Corporation Recruitment
268

રાજકોટ મહાનગરપાલિકામાં વેકેન્શી, ૮૨૫ એપ્રેન્ટીસની જગ્યા માટે ભરતી પ્રક્રિયા, મનપામાં ભરતી માટે  ઓનલાઇન અરજી થઈ શકશે. રાજકોટ મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસની ૮૨૫ જગ્યા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ માંગવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ શાખાઓમાં ખાલી પડેલી એપ્રેન્ટીસની જગ્યાઓ ભરવા માટે પ્રક્રિયા શરુ કરવામાં આવી છે.

મ્યુનિ. કમિશ્નર બંછાનીધી પાનીએ કહેલું કે રાજકોટ મહાનગરપાલીકામાં છેલ્લા ઘણા સમયથી અનેક વિભાગોમાં સ્ટાફની ઘટ જોવામાં આવી રહી છે. રાજકોટ મ્યુનિ. કમિશ્નરે જણાવેલ કે રાજકોટ મહાનગરપાલીકા ખાતે એપ્રેન્ટીસ એકટ 1961 તથા સરકારની મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ વિવિધ ટ્રેન્ડમાં ખાલી જગ્યાઓ ભરવા ઇચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

આઇટીઆઇ વાયરમેન, મિકેનીક મોટર વ્હીકલ, પ્રોગ્રામિંગ એન્ડ સીસ્ટમ એડમિનિસ્ટ્રેશન આસીસ્ટન્ટ, કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામીગ આસિસ્ટન્ટ, ફિટર, લાઇનમેન, ઇલેકટ્રીશ્યન, કારપેન્ટર, પ્લમ્બર, રેફીજરેશન એન્ડ એરક્ધડીશનીંગ મીકેનીંક, મીકેનીક ડીઝલ લાયતકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે.

આ માટે ઉમેદવારોએ તા.૦૧/૦૬/૨૦૧૯ થી તા.૧૦/૦૬/૨૦૧૯ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. મેરીટ મુજબ પસંદગી પામેલ ઉમેદવારોનું લીસ્ટ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર મુકવામાં આવશે તથા જે તે સમયે પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવે ત્યારે ઉમેદવારોએ જરુરી પ્રમાણપત્રો/ડોક્યુમેન્ટ્‌સ સાથે હાજર થવાનું રહેશે.

Leave a Reply