તહેવાર

રામ નવમી ૨૦૧૯

રામ નવમી તહેવાર ૨૦૧૯

Shri Ramchandra
446

રામ નવમી ૨૦૧૯, રામ નવમી તહેવાર ૨૦૧૯, ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામનો જન્મ થયો હતો. કૌશલ્યાએ ભગવાન રામને જન્મ આપ્યો હતો. ભારતીય જીવનમાં દિવસને પુણ્યનો તહેવાર માનવામાં આવે છે.

આ તહેવારને ઉજવણી દેશભરમાં કરવામાં આવે છે પરંતુ આ જ તહેવારની ઉજવણી ઉત્તર ભારતમાં વિશેષ રીતે કરવામાં આવે છે ઉત્તર ભારતના અયોધ્યામાં ભવ્ય ઉત્સવ સાથે ઉજવણી કરવામાં આવ છે કેમ કે અયોધ્યા શ્રી રામજીની જન્મભૂમિ છે.

‘રામ’ શબ્દમાં ર, અ, મ – આ ત્રણ અક્ષરો છે. ‘ર’ એ અગ્નિનું બીજ છે. તે શુભ-અશુભ કર્મને બાળી નાખે છે. ‘અ’ એ સૂર્યનું બીજ છે. તે મોહાંધકારનો નાશ કરે છે અને જ્ઞાનનો પ્રકાશ કરે છે. ‘મ’ એ ચંદ્રનું બીજ છે. તે ત્રિવિધ તાપ, આધિ, વ્યાધિ અને ઉપાધિને હરે છે.

સર્વ પ્રકારના સંતાપને દૂર કરે છે. ‘ર’ કાર બ્રહ્મમય છે, ‘અ’ કાર વિષ્ણુમય છે. અને ‘મ’ કાર શિવમય છે. આ રીતે ‘રામનામ’ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સાક્ષાત સ્વરૂપ છે. ‘રામનામ’ એ ‘ઓમકાર’ સમાન છે. ઓમકાર જ બ્રહ્મા છે. ઓમકાર આત્મારૂપ છે. ઓમકારની ઉપાસના વ્રતધારી માટે સાક્ષાત્કારનું સાધન છે.

જો તમે કોઈ પરેશાનીનો સામનો કરી રહ્યા હોય તો રામ નવમી તમારા માટે ખુશીઓનો લાવે છે. રામ  નવમીને જો સામાન્ય વિધિ વિધાનથી પણ સંપૂર્ણ મનથી પૂજન અને ઉપાય કરાય તો નક્કી રૂપથી અપાર ધન સંપદાની પ્રાપ્તિ હોય છે.

આ રામ નવમી વ્રતના પ્રારંભે ભાવિક ભક્તો, ઉપાષકો, આરાધકો અને રામાયણના પ્રખર અભ્યાસીઓ શ્રીરામ નામ જપ, રામ નામની માળા, રામ નામનું લેખન, રામનું ભજન-કીર્તન, રામચરિત માનસ – રામાયણનું વાચન, રામ પંચાયતન (રામ, લક્ષ્મણ, સીતા, ભરતજી, શત્રુઘ્ન અને હનુમાનજી) નું અર્ચન-પૂજન, ધૂપ-દીપ અને નૈવેદ્ય સમર્પણ વ્રત ચૈત્ર સુદ નોમના તોજ ભક્તિભાવથી કરે છે.

રામ નવમી પર રાશિ મુજબ સરળ ઉપાય કરો, રામનવમી વ્રતની વિધિ, રામનવમી પર આર્થિક સમૃદ્ધિ માટે ઉપાય, રામ નવમી મંત્ર, શ્રી રામ ચાલીસા, રામ નવમી છબી, રામ નવમી વોલપેપર, રામ નવમી ચિત્ર, રામ નવમી ફોટો

Leave a Reply