તહેવાર

રામ નવમી મંત્ર

રામ નવમી પૂજા મંત્ર

Ramchandra Picture
276

રામ નવમી મંત્ર, રામ નવમી પૂજા મંત્ર, ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામનો જન્મ થયો હતો. કૌશલ્યાએ ભગવાન રામને જન્મ આપ્યો હતો. ભારતીય જીવનમાં દિવસને પુણ્યનો તહેવાર માનવામાં આવે છે.

ૐ રામભદ્રાય નમઃ

ૐ જાનકી વલ્લભાય સ્વાહા

ૐ રામાય ધનુષ્પાણયે સ્વાહા

ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ ગણાય છે, જ્યારે શ્રી કૃષ્ણચંદ્રજી પૂર્ણ પુરુષોત્તમ ગણાય છે. શ્રીરામનો જન્મ ચૈત્ર સુદ નવમીના રોજ થયો હતો તેથી રામનવમીનું માહાત્મ્ય અનેરું, અનોખું અને અદ્વિતીય છે. રામ નવમી એટલે ભગવાન શ્રીરામના પ્રાદુર્ભાવનો પવિત્ર દિવસ.

‘રામ’ શબ્દમાં ર, અ, મ – આ ત્રણ અક્ષરો છે. ‘ર’ એ અગ્નિનું બીજ છે. તે શુભ-અશુભ કર્મને બાળી નાખે છે. ‘અ’ એ સૂર્યનું બીજ છે. તે મોહાંધકારનો નાશ કરે છે અને જ્ઞાનનો પ્રકાશ કરે છે. ‘મ’ એ ચંદ્રનું બીજ છે. તે ત્રિવિધ તાપ, આધિ, વ્યાધિ અને ઉપાધિને હરે છે. સર્વ પ્રકારના સંતાપને દૂર કરે છે. ‘ર’ કાર બ્રહ્મમય છે, ‘અ’ કાર વિષ્ણુમય છે. અને ‘મ’ કાર શિવમય છે. આ રીતે ‘રામનામ’ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સાક્ષાત સ્વરૂપ છે. ‘રામનામ’ એ ‘ઓમકાર’ સમાન છે. ઓમકાર જ બ્રહ્મા છે. ઓમકાર આત્મારૂપ છે. ઓમકારની ઉપાસના વ્રતધારી માટે સાક્ષાત્કારનું સાધન છે.

Leave a Reply