ધર્મ

રણછોડદાસ બાપુ

મારા ગુરુદેવ પુજ્ય શ્રી રણછોડદાસ બાપુ

Bhagwan Ranchoddas Bapu
762

રણછોડદાસ બાપુ, મારા ગુરુદેવ પુજ્ય શ્રી રણછોડદાસ બાપુ, મધ્ય પ્રદેશના રાજ્યના ગ્વાલિયર શહેરના વરાડ જીલ્લાના આવેલ બાયફલ ગામમાં કારતક શુદ ૪ ના રોજ થયો હતો. આ દિવસે ભક્તો ગુરુ ચોથ તરીકે ઉજવે છે. રણછોડદાસ બાપુના દાદા ગ્વાલિયરના રાજ્ય ગુરુ હતા. ગુરુદેવના જન્મના દિવસે તેમના દાદા મહોત્સવ મનાવ્યો હતો.

મહોત્સવના દિવસે રણછોડદાસ બાપુને ગામના એક કારીગરે રામચંદ્ર ભગવાનની સુંદર મૂર્તિ ભેટ આપી હતી. ત્યારે ગુરુદેવને ભગવાન રામની મૂર્તિ આપીને તે કારીગર જતો રહે છે. લોકો પણ વિચારવા લાગ્યા કે બાળકોને રમકડા કે કપડા આપે પણ શા માટે શ્રી રામની મૂર્તિ આપવા પાછળ શું ઉપદેશ હતો તે કોઈને સમજાયું નહિ.

જયારે તેમનું નામકરણ કરવામાં આવ્યું ત્યારે તેમનું નામ પણ રામ રામ રામ રાખવામાં આવ્યું હતું. ગુરુદેવને મળેલી ભેટ પણ રામની હતી અને આગળ જતા રણછોડદાસ બાપુ શ્રી રામના ભક્ત થયા હતા. રામ નામ રટણ કરતા કરતા તેમણે ઘરનો ત્યાગ કર્યો અને સંસાર છોડીને ભારતભરમાં વિચરણ કરવા લાગ્યા.

ગુરુદેવ રાજકોટ ઘણી વખત આવતા હતા પણ તેમનું કોઈ નિવાસ ન હતું તેથી રાજકોટના ભક્તોએ તમને રાજકોટ રોકવા માટે આગ્રહ કર્યો હતો. ત્યારથી રણછોડદાસજી મહારાજનું કાયમી સ્થાન રાજકોટ થઈ ગયું હતું. તેમને રાજકોટથી નજીક આવેલ ન્યારા ગામ પણ વધારે પ્રિય હતું. તેથી ન્યારા પણ ગુરુદેવનું આશ્રમ આવેલ છે. તદ ઉપરાંત પુષ્કરમાં પણ પૂજ્ય શ્રી રણછોડદાસ બાપુનું આશ્રમ આવેલું છે.

This slideshow requires JavaScript.

રાજકોટના કુવાડવા રોડ પર આવેલ આશ્રમમાં આજે પણ લોકોની ભીડ દર ગુરુવારે અને ગુરુ ચોથ તેમજ ગુરુપુર્ણિમાના દિવસે ખુબજ ભીડ જોવા મળે છે. અહી શ્રી રામ જય રામ જય જય રામ ની અખંડ ધૂન ઘણા વર્ષોથી ચાલે છે. આજેપણ ત્યાં ગુરુદેવની ચરણ પાદુકા અને દયાન મંદિર ના દર્શન માટે લોકો આવે છે.

Leave a Reply