તહેવાર

રંગારંગ હોળી અલૌકિક પર્વ

હોળી આનંદોત્સવ પર્વ

Happy Holi Cards
139

રંગારંગ હોળી અલૌકિક પર્વ, હોળી આનંદોત્સવ પર્વ, ભારતના મહત્વના તહેવારોમાં હોળી અને ધુળેટીના પર્વનું એક આગવું મહત્વ છે. વિશ્વના ઘણા દેશો જેવાકે યુનાઇટેડ કિંગડમ અને નેપાળમાં પણ ભારે લોકચાહના ધરાવતો હોળી તહેવાર છે. તેને દોલયાત્રા, રંગોત્સવ કે વસંતોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આંધ્રપ્રદેશમાં હોળીનો તહેવાર “કામ દહન” તરીકે ઓળખાય છે.

ફાગણ માસની પૂનમે મનાવવામાં આવતા હોળીના તહેવારની સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, લાકડાંની ‘હોળી’ ખડકવામાં આવે છે. હોળી પ્રગટાવવામાં આવે અને તેની પ્રદક્ષિણા કરવામાં આવે છે. શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી પૂજન કરે છે.

જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતરીવાજોથી કરવામાં આવે છે, પરંતુ દરેકની આસ્થા એકજ હોય છે. હોળી પ્રગટાવી અને આસુરી શક્તિનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું.

હોળીનાં બીજા દિવસે ધુળેટી મનાવાય છે. આ દિવસે સવારથી સૌ કોઇ એક બીજા પર અબિલ, ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે અને સાંજના સમયે કોઈ કોઈ સ્થાને ઉજાણી પણ કરે છે. ધૂળેટી અર્થાત રંગોત્સવ. આ દિવસે આપણે એકબીજા ઉપર વિવિધ રંગો છાંટીને આનંદ પ્રમોદ કરીએ છીએ.

બ્રહ્માકુમારીઝ સંસ્થા હોળીનું વિશિષ્ટ અર્થઘટન કરે છે. હોળીને હિન્દીમાં ‘હોલી’ કહે છે. અંગ્રેજીમાં હોલી (holy)નો અર્થ પવિત્ર થાય છે. અર્થાત હોળીના દિવસોમાં આપણે આપણાં તન, મન, ધન અને બુધ્ધિની પવિત્રતાને જાળવી રાખીએ અને પવિત્રતાના સાગર પરમાત્મા શિવને યાદ કરીએ.

Leave a Reply