ટેકનોલોજી

રૅપ પ્રૂફ પેન્ટી

પેન્ટીમાં 'બ્લેડ પ્રૂફ' કાપડ

Sinu Kumari
420

રૅપ પ્રૂફ પેન્ટી, પેન્ટીમાં ‘બ્લેડ પ્રૂફ’ કાપડ, સીનૂ કુમારી નામની આ યુવતીએ એક પેન્ટી તૈયાર કરી છે, જેમાં એક પ્રકારનું લૉક લગાવેલું છે. ૧૯ વર્ષ ની સીનૂ કુમારી ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદ જિલ્લાના એક મધ્યમ-વર્ગીય પરિવારમાંથી આવે છે.

તેમાં લાગેલા જીપીએસની મદદથી પોલીસને તમારું લોકેશન મળી જશે. તેમાં એક સ્માર્ટ લૉક પણ લગાવવામાં આવ્યું છે જે માત્ર પાસવર્ડથી જ ખુલી શકે છે. તેમજ રેકોર્ડરની સીસ્ટમથી આસપાસ જે પણ થઈ રહ્યું હોય, તેનો અવાજ રોકોર્ડ પણ થઈ જશે.

તેમણે વધુમાં જણાવ્યું કે પેન્ટીમાં એક એવું બટન લગાવવામાં આવ્યું છે જેને દબાવતા તરત જ ‘ઇમર્જન્સી’ અથવા ૧૦૦ નંબર ડાયલ થઈ જશે. પેન્ટીમાં ‘બ્લેડ પ્રૂફ’ કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પેન્ટીને બનાવવા પાછળ ચાર હજાર રૂપિયાનો ખર્ચ આવ્યો છે.

આ પેન્ટી બનાવવા બદલ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનાં પ્રધાન મેનકા ગાંધીએ તેની પ્રશંસા કરી છે. તે આ પેન્ટીને ‘પેટન્ટ’ કરાવવાની કોશીશ કરી રહી છે.

Leave a Reply