તહેવાર

રથયાત્રા ૨૦૧૯

અષાઢી બીજ ૨૦૧૯, કચ્છી નવું વર્ષ ૨૦૧૯

Rath Yatra
351

રથયાત્રા ૨૦૧૯, અષાઢી બીજ ૨૦૧૯, કચ્છી નવું વર્ષ ૨૦૧૯, અમદાવાદ અને જગન્નાથપુરીમાં અભૂતપૂર્વ વિશ્વની સોથી મોટી રથયાત્રા નીકળે છે. આ રથયાત્રાના દર્શન પ્રતિવર્ષ લાખો-કરોડો લોકો પ્રત્યક્ષ કરી ધન્યતા અનુભવતા હોય છે અને તે દિવસે જગન્નાથપુરીમાં ભારતની અને વિશ્વની સૌથી મોટી રથયાત્રાનું આયોજન થાય છે. જેમાં લાખો લોકો જોડાય છે. આ પ્રણાલી અનેક વર્ષોથી ચાલતી આવે છે. જગન્નાથપુરીમાં દર વર્ષે ભગવાનનાં ત્રણ રથોને શણગારવામાં આવે છે.

રથની ઉંચાઇ લગભગ ૪૫ ફુટ (૪-૫ માળ) જેટલી હોય છે. પુરીની રથયાત્રામાં જગન્નાથનાં રથનું નામ નંદીઘોષ છે. તેમજ અંગ્રેજી ભાષામાં, અતિશક્તિશાળી જેને રોકી ન શકાય તેવું, રસ્તામાં આવનાર તમામ અવરોધોને કચડી કાઢનાર તેમજ ‘જગરનોટ’ જગન્નાથપુરીનીં રથયાત્રા પરથી આવ્યો છે. અષાઢી બીજ એવો તહેવાર છે જે હિંદુ અને મુસ્લિમ ધર્મનો સાથે ઉજવાતો તહેવાર છે. રથયાત્રાને દિવસે નાત જાતના ભેદ ભાવ વગર હર કોઈ દર્શન કરી શકે છે તથા રથ ખેંચી શકે છે. વર્ષારાણીના આગમનનો મહિનો ગણવામાં આવે છે.

૧૮૭૬ માં મહામંડળેશ્વર નૃસિંહદાસજીએ સ્વપ્નમાં સ્વયં ભગવાને આપેલા આદેશને માથે ચડાવીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો એ પછી દર વર્ષે અષાઢી બીજે અમદાવાદમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા યોજાતી રહી છે, આટલા વર્ષો પછી આજેય રથયાત્રામાં ભક્તિ અને શ્રદ્ધાનું ઘોડાપૂર યથાવત રહ્યું છે. દરેક ધર્મના લોકો ભક્તિભાવપૂર્વક અને રંગેચંગે ભગવાનને આવકારતા રહ્યા છે. વર્ષમાં માત્ર આ એક દિવસે ભક્તોને દર્શન આપવા માટે ભગવાન સામે ચાલીને આવે છે.

જગન્નાથજી, બળદેવજી અને દેવી સુભદ્રાજી સાથે નગરમાં ફરે છે અને લોકોને આશીર્વાદ આપે છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી સોનાની સાવરણી લઇને ભગવાનનો રસ્તો સાફ કરે છે. રથયાત્રાના શરૂઆતના વર્ષોમાં માત્ર સાધુસંતો જ ભાગ લેતા હતા જ્યારે હવે માત્ર અમદાવાદના જ નહીં પણ દેશભરના સાધુસંતો અને શ્રદ્ધાળુઓ ઉમટે છે.

અષાઢી બીજના દિવસે ભગવાનના મંદિરે દર્શન કરવા જોઈએ તેમજ મતા પિતા અને ગુરુના આશીર્વાદ મેળવવા જોઈએ. ઇષ્ટ દેવની પૂજા અર્ચના કરવાથી ભગવાનની કૃપા મળે છે. અષાઢી બીજના દિવસે ગરીબો ને દાન અને પશુ પંખી ને ખવડાવવું જોઈએ. જે ખુબજ પુણ્યનું કામ માનવામાં આવે છે.

Leave a Reply