જ્યોતિષ

વાસ્તુદોષ અને નકારાત્મક ઊર્જા કેવી રીતે દૂર થશે

નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવાથી સકારાત્મકતા મળશે

Remove negative energy
431

વાસ્તુદોષ અને નકારાત્મક ઊર્જા કેવી રીતે દૂર થશે, નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવાથી સકારાત્મકતા મળશે અને દરેક દુખ થશે દુર. પ્રાચીનકાળથી જ આપણા સમાજમાં ધનનું ખુબ જ મહત્વ રહ્યું છે. આજના સમયમાં પણ મનુષ્યને પૈસાની સખત જરૂર હોય છે. પરંતુ ખુબજ મહેનત કરવા છતાં પણ અમુક સમયે આપણને તેનું યોગ્ય ફળ નથી મળતું.

આપણા શાસ્ત્રોમાં કીધું છે કે ઘરની સ્ત્રીઓં લક્ષ્મી સમાન હોય છે અને જે ઘરમાં સારી રહેણીકેહણી અને સંસ્કાર હોય તે ઘરમાં માં લક્ષ્મીનો વાસ હોય છે. સ્ત્રી પોતાના ઘર અને ગૃહસ્થીને ખુશાલ રાખવા ઘણાં પ્રયત્નો કરે છે. વાસ્તુમાં ઘણી એવી વસ્તુ છે  કે જેનું પાલન ન થાય તો ઘરના બધા કામ બગડે છે અને ઘરમાં પૈસાની ઘટ આવવા લાગે છે. નાણા નો ખોટો વ્યય થવા લાગે તેનો ખ્યાલ પણ રેહતો નથી. ઘણી વખત આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા ને કારણે વાસ્તુદોષ આવી જતો હોય છે. જેની આપણને ખબર પણ નથી રહેતી. તેથી જ ઘરની નાની નાની વાત ઉપર પુરતું ધ્યાન આપવું જરૂરી છે.

સર્વ પ્રથમ વાત કરીએ મુખ્ય દરવાજાની તો તમારા ઘરની સામે કઈ પણ ઝાડ કે થાંભલો ન હોવો જોઈએ.  જેનો પડછાયો તમારા ઘર પર પડતો હોય તો ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી જાય છે. જો કોઈ વિકલ્પ ન હોય તો તમારા ઘરના મુખ્યદ્વાર પર રોજ સ્વસ્તિક બનાવો અથવા તો  મોટું તાબા અથવા પિતળનું સ્વસ્તિક તમે મુખ્યદ્વાર પર લટકાવી દો.

ઘરની આસપાસ અથવા ઘરમાં તુલસીનો છોડ અવશ્ય હોવો જોઈએ. કેમ એક તુલસીમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. જ્યાં વિષ્ણુ ત્યાં લક્ષ્મી આવે કેમ કે માં લક્ષ્મી પતિવ્રતા નારી છે. હજારો વર્ષો જૂની સંસ્કૃતિમાં તુલસીને એક ઔષધી માનવામાં આવી છે. માટે તુલસીનો છોડ આપણા ઘરમાં સુખ અને શાંતિ બનાવી રાખે છે.

જો ઘરનો મુખ્ય દરવાજો દક્ષીણ દિશા હોય તો તે ખુબ જ નુકશાન કરાવે છે. માટે ક્યારેય પણ દક્ષીણ દિશા તરફ મકાનનો અને મુખ્ય દરવાજો ન  હોવો જોઈએ. જેમ કે દક્ષિણ ખૂણામાં દરવાજો હોય તો પંચમુખી બાલાજીનો ફોટો અથવા સ્વસ્તિક ચિન્હ મૂકી શકો.

શક્ય હોય તો સોનાનાં અથવા ચાંદીના સિક્કા મંદિરમાં મુકવા જોઈએ. સોનું અને ચાંદી આપણા ઘરમાં રહેલ નકારાત્મકને ભગાવે છે. ઘરમાં રંગ કરાવતી વખતે લાલ, લીલા તથા સફેદ રંગ અવશ્ય કરવો જોઈએ કેમકે શાસ્ત્રોમાં આ રંગોને પવિત્ર માનવામાં આવ્યા છે.

Leave a Reply