સમાચાર

સોમનાથ દરિયામાં નાહવા જવા પર પ્રતિબંધ

સમુદ્રમાં ન્હાવા જતા ડૂબી જવાના બનાવોના કારણે લેવાયેલો નિર્ણય

Somnath Sea
340

સોમનાથ દરિયામાં નાહવા જવા પર પ્રતિબંધ, સમુદ્રમાં ન્હાવા જતા ડૂબી જવાના બનાવોના કારણે લેવાયેલો નિર્ણય. ગીર-સોમનાથ જિલ્લામાં આવેલ હિંદુનું પવિત્ર યાત્રાધામ શ્રી સોમનાથ મંદિરની દક્ષિણ દિશા તરફ અરબી સમુદ્ર પાસે આવેલ સોમનાથ મહાદેવ મંદિરના દર્શનાર્થે આવતા યાત્રાળુઓ સમુદ્રની ભૌગોલીક પરિસ્થીતીથી અજાણ હોય છે.

સમુદ્રમાં ન્હાવા જતા લોકો ડૂબી જવાના બનાવો ખુબજ બન્યા છે. આ સમુદ્રનો કિનારો પ્રથમ દ્રષ્ટિએ છીછરો દેખાઇ છે પરંતુ થોડેજ અંદર જતા સમુદ્રમાં મોટા વજનદાર ખડકાળ પથ્થરો છે. જેથી સમુદ્રમાં ન્હાવા પડતા તેમજ પગ બોળતા દર્શનાથી સહેલાઇથી બહાર આવી શકતા નથી. જેને લીધે લોકો ડૂબી જાય છે.

તેમજ અહી આવતા સમુદ્રના મોજાઓ વાંકાચુંકા તેમજ ખુબજ ઘાતક હોય છે. થોડા સમય પહેલા અહી નવી ચોપાટી બનાવવાનું કામ શરૂ થયેલ છે. તેના મોટા પથ્થના કારણે કોઇપણ વ્યક્તિ તેના ઉપરથી લપસી સમુદ્રમાં ડૂબી જાય તેવી શક્યતાઓ રહેલી છે. આથી લોકોને દરિયામાં ન્હાવા જવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.

અમુક વ્યક્તિ પોતે આ પવિત્ર યાત્રાધામના દર્શન કરી પોતાની આત્માને મોક્ષ મળશે તેવી વિચારસરણી ધરાવી સમુદ્રમાં પડી ને આત્મહત્યા કરીલે છે. છેલ્લા ૧૦ વર્ષમાં પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન તથા સોમનાથ મરીન પોલીસ સ્ટેશન ખાતે આવા ઘણા બનાવો નોંધાયા છે. આવા બનાવો ન બને તે માટે તેને અટકાવવાના ભાગરૂપે જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ ફોજદારી કાર્યવાહી અધિનીયમ-૧૯૭૩ની કલમ ૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂએ સોમનાથ મંદિરની આસપાસનાં વિસ્તારમાં દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ લાદી દીધો છે.

Leave a Reply