જ્યોતિષ

ચોખાના દાણાને પર્સમાં રાખવાથી આર્થિક પરેશાની દૂર થશે

કોઈ પણ ગ્રહની ખરાબ અસરથી દુર રહેશો

Rice in the Purse
153

ચોખાના પર્સમાં રાખવાથી આર્થિક પરેશાની દૂર થશે, કોઈ પણ ગ્રહની ખરાબ અસરથી દુર રહેશો, ક્યારેય પણ નાણાકીય તંગી નહિ રહે. દરેક મનુષ્ય ઈચ્છે છે કે તેમનું પર્સ હમેશા પૈસાથી ભરેલું રહે અને નકામા ખર્ચા ન થાય. માનવી વધારે પૈસા કમાવવા માટે ખુબજ મેહનત કરે છે. પણ સારી કિસ્મત પણ મહત્વ રાખે છે. કેટલીક પરિસ્થિતિઓમાં મેહનત પછી પણ પુરતું ધન નથી મળતું. હિંદુ જ્યોતિષ મુજબ કુંડળીમાં જો કોઈ ગ્રહની  ખરાબ અસર ચાલતી હોય તો તો માણસને ગરીબીનો સામનો કરવું પડી શકે છે.

ભારતીય જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગરીબી દૂર કરવા માટે અસંખ્ય કારગર ઉપાય જણાવ્યા છે. આ ઉપાયોને અજમાવવા માટે કોઈ પણ પ્રકારની ગ્રહ બાધા હોય તે દૂર થઈ જાય છે. જો કોઈ કારણે ધન પ્રાપ્ત કરવામાં સમસ્યા આવી રહી હોય તો આ ઉપાયથી દરેક પરેશાનીઓ દૂર થઈ જશે. તેમજ કાયમ માટે માતા લક્ષ્મીની કૃપા રહશે.

જો તમે પણ કોઈ ગ્રહ ખરાબ અસરથી પીડિત છો અને તમારા પર્સમાં વધારે સમય સુધી પૈસા નથી ટકતા તો આ ઉપાય કરવા જેવો છે.

કોઈ પણ શુભ મૂહૂર્તમાં કે અક્ષય તૃતીયા કે પૂર્ણિમા કે દિવાળી કે કોઈ પણ બીજા સારા મૂહૂર્તમાં સવારે જલ્દી ઉઠી જવું. બધા જરૂરી કાર્ય પૂર્ણ કરીને લાલ રેશમી કપડું લેવું. તે લાલ કપડામાં ચોખાના ૨૧ દાણા રાખવું. ચોખાના દરેક ૨૧ દાણા પૂર્ણ રૂપથી અખંડિત હોવા જોઈએ. મતલબ કે કે કોઈ તૂટેલો દાણો ન હોવો જોઈએ. તે દાણાને કપડામાં બાંધી લો. ત્યારબાદ ધનની દેવી માતા લક્ષ્મીની વિધિ-વિધાનથી પૂજન કરવું. પૂજામાં આ લાલ કપડામાં બંધેલા ચોખા પણ રાખવા. પૂજન પછી આ લાલ કપડામાં બંધાયેલા ચોખા તમારા પર્સમાં છુપાવીને રાખી દેવું.

આ ઉપાય કરતા જ થોડા સમયમાં ધન સંબંધી પરેશાનીઓ દૂર થવા લાગશે. ખાસ ધ્યાન રાખો પર્સમાં કોઈ પણ અધાર્મિક વસ્તુ ક્યારે ન રાખવી. તે સિવાય પર્સમાં ચાવીઓ નહી રાખવી જોઈએ. સિક્કા અને નોટ જુદા-જુદા વ્યવસ્થિત રીતે રાખવા જોઈએ. કોઈ પણ પ્રકારની બિનજરૂરી વસ્તુ પર્સમાં ન રાખવી. સાથે માણસે ધન પ્રાપ્તિ માટે પૂરા પ્રયાસો તો કરતા રહેવા જોઈએ.

Leave a Reply