ટેકનોલોજી

RISAT-2B સેટેલાઈટ લોન્ચ

ઇસરો(ISRO)ની વધુ એક મોટી સફળતા

RISAT-2B Satelite Launch
281

RISAT-2B સેટેલાઈટ લોન્ચ, ઇસરો(ISRO)ની વધુ એક મોટી સફળતા, RISAT-2B સેટેલાઈટને સફળતાપૂર્વક લોન્ચ કર્યો કે જે સીમાઓ પર નજર રાખશે અને ઘૂસણખોરી રોકવામાં મદદ કરશે. અંતરીક્ષમાં ભારતને વધુ એક મોટી સફળતા મળી છે. બુધવારે વહેલી સવારે 5.30 કલાકે ભારતના વૈજ્ઞાનિકોએ સેટેલાઈટ લોન્ચ કરી વિશ્વભરના દેશોની આંખો ફરી એક વખત અધ્ધર કરી નાખી છે.

ઇસરોએ શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી PSLV-C46 રોકેટ લોન્ચ કર્યું. PSLV-C46એ સફળતાપૂર્વક RISAT-2B રડાર સેટેલાઇટ 555 કિલોમીટરની ઊંચાઇએ લો ઑર્બિટમાં તરતો મૂક્યો.

રિસેટ-2બીના લોન્ચિંગ પહેલાં ઈસરો પ્રમુખ કે.સિવને મંગળવારે તિરુપતિમાં ભગવાન વેંકટેશ્વર મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. ત્યારપછી તેમણે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, હવે તેઓ ચંદ્રયાન-2ના લોન્ચિંગનો પ્રોજેક્ટ હાથમાં લેશે. તેને 9 જુલાઈથી 16 જુલાઈ દરમિયાન લોન્ચ કરવામાં આવશે.

615 કિલો વજનના આ ઉપગ્રહને લોન્ચિંગના 15 મિનિટ પછી પૃથ્વીની કક્ષામાં છોડવામાં આવ્યો છે. રિસેટની સેવા સતત મળતી રહે તે માટે 300 કિલોગ્રામના રિસેટ-2બી સેટેલાઈટ સાથે સિન્થેટિક અપર્ચર રડાર (‘સાર’) ઈમેજર પણ મોકલવામાં આવ્યું છે. રિસેટ-2બીને ધરતીથી 555 કિમીની ઉંચાઈ પર પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે.

આ સેટેલાઇટ કુદરતી આફતો વખતે મદદરૂપ બનશે. આ સેટેલાઇટ દ્વારા અંતરિક્ષમાંથી જમીન પર 3 ફૂટની ઊંચાઇ સુધીની તસવીરો લઇ શકાય છે. આ સીરિઝના સેટેલાઇટ સરહદો પર ચાંપતી નજર રાખવાની સાથે સાથે ઘૂસણખોરી રોકવા માટે મુંબઇ હુમલા બાદ વિકસાવવામાં આવ્યાં હતાં.

RISAT-2B સેટેલાઈટ લોન્ચ જુવો વીડિઓ

Leave a Reply