પ્રવાસ

ભર ઊનાળે પણ કુદરતી ઠંડક રહે છે

ભંડારદાર પાસે આવેલ સાંધણ વેલી

Sandhan Valley
183

ભર ઊનાળે પણ કુદરતી ઠંડક રહે છે, ભંડારદાર પાસે આવેલ સાંધણ વેલી, મહારાષ્ટ્રમાં નાસિક-મુંબઈ અને પૂના આ ત્રણ શહેરોના ત્રિકોણની વચ્ચે આવેલ અહમદનગર જિલ્લા માં આવેલ છે. જ્યાં ભર ઊનાળે બળબળતા બપોરમાં પણ એસી જેવી કુદરતી ઠંડક રહે છે. અહીં મુંબઈ-પુનાથી અનેક યુવાનો વરસાદના ચાર મહિના સિવાય ટ્રેકિંગ માટે આવે છે. ઉંચા ઉંચા પર્વતો વચ્ચે આવેલ આ ખીણમાં ટ્રેકિંગ કરવાનું અને રાત્રી રોકાણ ની સગવડતા પણ છે.

અહમદનગરના સામરદ ગામથી દોઢથી બે કીમી સુધી સર્પાકાર આગળ જતી આ વેલી ટ્રેકિંગ અને એડવેન્ચરનો શોખ ધરાવતા લોકોની સાથે સાથે અહીં આવનાર અન્ય પ્રવાસીઓનું મન મોહી લે છે. જેમ તમે વેલીમાં આગળ વધો એટલે કેટલાક ઠેકાણે વેલી એટલી સાંકળી છે સૂર્યનો પ્રકાશ પણ અહીં પહોંચતો નથી. વેલીની સામેની તરફ આજોબા પર્વત અને રતન ગઢ આવેલા છે તો પાછળી તરફ અલંગ-મદન-કુલંગ ગઢ અને મહારાષ્ટ્રનું સૌથી ઉંચૂ શિખર કળસુબાઈ આવ્યું છે.

એશિયા ની સૌથી મોટી વેલીઓમાં સાંધણ વેલીનો નંબર બીજો આવે છે. આ વેલીની સુંદરતા અલૌકીક છે અને એટલે જ દુનિયાભરથી પર્યટકો તેને જોવા માટે અહી આવે છે. સાંધણ વેલી ફરવી હોય તો ઓછામાં ઓછા બે દિવસનો સમય લાગે છે. ઊનાળાની ગરમીમાં ફરવા માટેનું આ ઉતમ જગ્યા છે. ગુજરાતના અમદાવાદથી નાસિક કે મુંબઈ થઈને તમે ૧૫ થી ૧૬ કલાકમાં અહીં પહોંચી શકાય છે.

સાંધણવેલી જવા માટે તમે સામરદ ગામ પહોંચો એટલે અહીં જમવાનો પણ અલગ જ પ્રકારનો પ્રબંધ હોય છે. અહીં તમને કોઈ રેસ્ટોરન્ટ નહીં મળે પરંતુ ગામવાસીઓમાંથી જ કોઈકના ઘરે ચુલા પર બનાવવામાં આવેલ સ્વાદિષ્ટ ભોજન જમવાની તક મળશે. એક ગાઈડ જરુર કરી લેજો જે તમારી ખાવા-પીવાની, રાત્રી રોકાણ માટે તંબૂ અને અન્ય એડવેન્ચર માટે જરુરી તમામ સાધનોની વ્યવસ્થા કરી આપશે.

Leave a Reply