પ્રવાસ

સાપુતારા એટલે ગુજરાતનું સ્વર્ગ

ચોમાસામાં સાપુતારાની મુલાકાત લેવાથી એક અનેરો આનંદ મળશે

Saputara
307

સાપુતારા એટલે ગુજરાતનું સ્વર્ગ, ચોમાસામાં સાપુતારાની મુલાકાત લેવાથી એક અનેરો આનંદ મળશે, અહી કુદરતની અલ્પ સુંદરતા છે. ગુજરાતને કુદરતે છુટ્ટા હાથે સૌન્દર્ય બક્ષ્યું છે. ગુજરાતનું એકમાત્ર હિલસ્ટેશન એવું સાપુતારા. સાપુતારા દરિયાઈ સપાટીથી ૧000 ફુટની ઉંચાઈ પર સ્થિત છે. અહી ઉનાળાની ભીષણ ગરમીમાં પણ તાપમાન આશરે 30 ડિગ્રીથી ઓછુ રહે છે. આમ તો ગુજરાતમાં અનેક જોવાલાયક સ્થળો છે.

તે પશ્ચિમ ઘાટ એટલે કે સહ્યાદ્રી પર્વતમાળાના ડાંગ જીલ્લાના જંગલ વિસ્તારમાં આવેલું છે. ‘સાપુતારા શબ્દનો અર્થ ‘સાપનું ઘર’ એવો થાય છે. અહીંના સ્થાનિક સમુદાયો, હોળીના દિવસે સર્પગંગા નદીના કાંઠે સાપની છબીની પૂજા કરે છે. કુદરતનું સાચુ રૂપ તમને માણવુ હોય તો દક્ષિણ ગુજરાતમાં આવેલુ એકમાત્ર હિલસ્ટેશન એકવાર તો જવુ જ જોઈએ. સાપુતારા આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે જઇ શકાય પણ ત્યાં જવા માટેનો શ્રેષ્ઠ સમય માર્ચ અને નવેમ્બર મહિના વચ્ચેનો છે.

ડુંગરાળ વિસ્તારને કારણે સાપુતારામાં રસ્તાઓ સર્પાકારે આવેલા છે. અહી નૌકાવિહાર, સ્ટેપ ગાર્ડન, સનસેટ પોઇન્ટ, સનરાઈઝ પોઇન્ટ અને ઋતુભરા વિદ્યાલય વગેરે જોવાલાયક છે. સાપુતારા હિલસ્ટેશન ખુબ જ સુંદર તળાવો, બગીચાઓ માટે પ્રખ્યાત છે. ગુજરાતનુ આ હિલસ્ટેશન વીકએંડ ગેટવે તરીકે જાણીતુ છે. તેથી વર્તમાનમાં સરકારે પણ આ હિલસ્ટેશનને વધુ ને વધુ વિકસાવવાના પ્રયત્નો આરંભી દીધા છે.

ડાંગ જિલ્લામાં વાંસના જંગલો આવેલા છે તેથી અહીં હાથ બનાવટની વાંસની સુંદર વસ્તુઓની બજાર વિશેષ છે. કુદરતની વાત કરીએ તો સાપુતારામાં સુર્યોદય અને સુર્યાસ્ત નયનરમ્ય હોય છે અને એ સમયે સુર્ય આપણી એકદમ નજીક આવી ગયો હોય એવું અદ્‌ભૂત દ્રશ્ય જોવા મળે છે. સાપુતારામાં આવેલી ઉંચી પર્વતમાળાઓ અને હરીયાળીઓની વચ્ચે આવેલા તળાવો અલૌકિક લાગે છે.

મોન્સૂન ફેસ્ટીવલના કાર્યક્રમો:

  • વન વિભાગ દ્વારા વિકસિત ટ્રેકિંગ માર્ગ પર જંગલમાં સ્વૈચ્છિક ટ્રેકિંગ
  • વિવિધ સ્થળોએ દિવસ દરમિયાન આદિજાતિ નૃત્ય શો, શેરી જાદુ શો જેવા પરંપરાગત કાર્યક્રમો
  • સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ; જેમાં ડાંગી આદિજાતિનાં લોકનૃત્ય, મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા પાર્ટી, કૉમેડી કલાકારનાં પ્રોગ્રામ, લોક ડાયરો
  • અન્ય આકર્ષણોમાં પેરાગ્લાઈડિંગ, બોટિંગ, વોટર ઝોર્બિંગ, સેગવે રાઇડ્સ, ઝિપલાઇન વગેરે છે.

Leave a Reply