વિદેશ

સાઉદી અરબમાં મહિલાઓ લગ્ન માટે વિચિત્ર શરત રાખે છે

શરત રાખવાનું કારણ પણ વિચિત્ર છે

Saudi Arab Women
153

સાઉદી અરબમાં મહિલાઓ લગ્ન માટે વિચિત્ર શરત રાખે છે, શરત રાખવાનું કારણ પણ વિચિત્ર છે, મહિલાઓના અધિકારોમાં ફેરફાર. સાઉદી અરેબિયામાં મહિલાઓ હવે ફૂટબોલ મેચ નિહાળવા જઈ શકશે. મહિલાઓ સૈન્યમાં અને ગુપ્તચર સેવામાં જોડાઈ શકશે, પણ લડાઈમાં ભાગ નહીં લઈ શકે.

સાઉદી અરબમાં કાયદાકીય રીતે તો મહિલાઓને કાર ચલાવવા માટે પરવાનગી આપવામાં આવી છે. પરંતુ આ અધિકારનો ઉપયોગ કરવામાં કોઈ સમસ્યા ન નડે તે માટે અહિં મહિલાઓ નિકાહ સમયે વિચિત્ર શરત રાખે છે. મહિલાઓએ નિકાહની શરતોમાં કાર ચલાવવાના અધિકારનો સમાવેશ કર્યો છે.

સાઉદી અરબમાં મહિલાઓને સામાન્ય રીતે પોતાના પતિ, પિતાની તમામ વાતોને માની અને મજબૂર થઈ રહેવું પડે છે. તેઓ પોતાના અધિકાર માટે કાયદાની મદદ પણ લઈ શકતી નથી. પરંતુ જો નિકાહમાં રાખેલી શરતોનું ઉલ્લંઘન પુરુષ કરે તો તેના આધારે સ્ત્રી છૂટાછેડા લઈ શકે છે.

સાઉદી અરબમાં રહેતા એક સેલ્સમેનએ પોતાના નિકાહ માટે તેની થવા પાત્ર પત્નીએ શરતો વિશે જણાવ્યું કે તેના નિકાહ પછી તેને ક્યારેય પણ કાર ચલાવવી હોય તો તેને કોઈ રોકશે નહીં. ઉલ્લેખનીય છે કે નિકાહની શરતો સ્ત્રીઓ અને પુરુષો માટે હોય છે.

Leave a Reply