ક્રિકેટ

સૌરાષ્ટ્ર પ્રિમિયમ લીગની શરૂઆત થઈ રહી છે

ક્રિકેટ રસિકો માટે ખુશીની વાતતો એ છે કે તેને જોવાના પૈસા નહી ચુકવવા પડે

Saurashtra Cricket Association Stadium
347

સૌરાષ્ટ્ર પ્રિમિયમ લીગની શરૂઆત થઈ રહી છે, ક્રિકેટ રસિકો માટે ખુશીની વાતતો એ છે કે તેને જોવાના પૈસા નહી ચુકવવા પડે. દેશમાં ચાલતી આઈપીએલ બાદ હવે રાજકોટમાં સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગ શરૂ થવાની છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર પ્રિમિયમ લીગની શરૂઆત થશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં પ્રિમિયલ લીગ શરૂ થશે.

રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે નવ દિવસ માટે સૌરાષ્ટ્ર પ્રિમિયમ લીગ ચાલશે. જેમાં પાંચ ટીમો આમને-સામને ટકરાશે. રાજકોટમાં સૌરાષ્ટ્ર પ્રીમિયમ લીગ 14 મેથી સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં શરૂ થવા જઇ રહ્યો છે. આઈપીએલ બાદ હવે રાજકોટમાં એસપીએલ (સૌરાષ્ટ્ર પ્રીમિયમ લીગ) શરૂ થવા જઇ રહ્યો છે.

સૌથી ખાસ વાત એ છે કે, આ મેચ જોવા માટે ક્રિકેટ રસિકોએ ટિકિટના પણ પૈસા નહીં ખર્ચવા પડે તદ્દન મફતમાં ક્રિક્રેટ પ્રેમીઓ મજા માણશે. રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા સૌરાષ્ટ્ર ક્રિકેટ ઓસોસિએશન સ્ટેડિયમ ખાતે સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગ વિશેની જાહેરાત કરવામાં આવી છે.

કેટેગરી એ માં રણજી અને ભારત વતી રમી ચૂકેલ હોય તેવા ખેલાડી છે. કેટગરી બી માં ૨૩ અને અંડર ૧૯ અને કેટગરી સી મા અન્ય. કેટગરી એના ખેલાડીઓને દર મેચ પર રૂપિયા ૨૫૦૦૦, બી કેટેગરીના ખેલાડઓને ૧૫૦૦૦ અને સી  કેટગરીના ખેલાડીઓને ૧૦૦૦૦ રૂપિયા મેચ ફી આપવામાં આવશે.

Leave a Reply