દેશ

શહીદની પત્નીએ આપ્યો દીકરાને જન્મ

પાકિસ્તાન સાથે લેશે બદલો

Birth Son
229

શહીદની પત્નીએ આપ્યો દીકરાને જન્મ, પાકિસ્તાન સાથે લેશે બદલો, જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાની હુમલામાં શહીદ થયેલ જવાન રાજેશ યાદવની પત્નીએ બાળકને જન્મ આપ્યો છે. રાજેશની પત્ની શ્વેતા યાદવે બાળકના જન્મ પર કહ્યું કે મોટો થતા તેના દીકરાને સેનામાં મોકલશે અને પાકિસ્તાન સાથે તેના પિતાની શહાદતનો બદલો લેશે.

ઉત્તરપ્રદેશના એટાના રહેવાસી રાજેશ યાદવ ૫ ડીસેમ્બર ૨૦૧૮ ના રોજ પાકિસ્તાનની બોર્ડર પર આતંકીઓ સાથે થયેલ એક અથડામણમાં શહીદ થયા હતા. તે સમયે તેમની પત્ની શ્વેતા યાદવ ગર્ભવતી હતા. પતિને ગુમાવ્યા હોવાના દુખ સાથે તેમને બાળકને જન્મ આપ્યો. શહીદના પિતા નેમસિંહનું કહેવું છે કે મે દેશ માટે મારા દીકરાને ગુમાવ્યો છે. પરંતુ પૌત્રના રૂપમાં તેમનો દીકરો ફરી આવ્યો છે

પ્રાપ્ત માહિતી મુજબ તેમનું બાળક સ્વસ્થ છે. દીકરાને જોઈને મા શ્વેતા ખૂબજ ખૂશ છે અને તેમની ખુશીનું કારણ એ છે કે તેઓ દીકરાને ભારતીય સૈનિક બનાવવા માંગે છે. શ્વેતાને પતિની શહાદત પર ગર્વ છે અને તેમને ગુમાવ્યાનું દુખ પણ છે. પરંતુ તેમ છતા દેશભક્તિની ભાવના તેમનામાં હાલ જોવા મળી રહી છે.

રાજેશ તેમના માતા-પિતાના એકમાત્ર સંતાન હતા. તેમના શહીદ થવા પર આખા પરિવારને ગર્વ છે. પરિવારજનોએ કહ્યું કે પુલવામા થયેલ હુમલાએ તેમના દીકરાની શહાદતને ફરી તાજા કરી છે. તેમની માંગ છે કે સેના પાકિસ્તાનને સબક શીખવે.

Leave a Reply