ધર્મ

શનિની સાડાસાતીમાં આટલું કરો

ઝડપથી દૂર થશે શનિનો પ્રકોપ

Shanidev
322

શનિની સાડાસાતીમાં આટલું કરો, ઝડપથી દૂર થશે શનિનો પ્રકોપ, શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. સાડા સાત વર્ષની સાડાસાતી કે અઢી વર્ષની પનોતીમાં શનિદેન જે તે જાતકને તેમના કર્મોનું ફળ આપવાનું શરૂ કરી દે છે. શનિદેવનો પ્રકોપ ઓછો કેટલાક ઉપાય છે જેની મદદથી શનિદેવને પ્રસન્ન કરી શકાય છે.

શનિવારના દિવસે તેલની વાટકીમાં પોતાનું મુખ જોવાથી અને એ તેલનું દાન કરવાથી ફાયદો થાય છે.

સાડાસાતીનો પ્રકોપ ઓછો કરવા માટે દરરોજ શ્વાનને ખવડાવવું જોઈએ.

દર શનિવારે પીપળા અને વડની પૂજા કરવી જોઈએ અને સાત પરિક્રમા કરવી જોઈએ.

આ સાથે કાળી ગાયને ઘાસ ખવડાવાથી પણ લાભ થાય છે.

દર શનિવારે મંદિર જઈને, પૂજા-અર્ચના કરવાથી ફાયદો થાય છે.

શનિદેવને પ્રસન્ન કરવા માટે લીલા રંગના કોઈ પણ ફૂલ ભગવાનને અર્પણ કરી શકાય છે.

તેમજ નાનકડું ત્રિશુલ શનિ મંદિરમાં દાન કરવાથી ફાયદો થાય છે.

દર મંગળવારે અને શનિવારે હનુમાન ચાલિસાનો પાઠ કરવાથી હનુમાન મંદિરમાં સિંદુર તથા ચમેલીનું તેલ અર્પણ કરવાથી ફાયદો થાય છે.

ઘરે શનિયંત્રનું સ્થાપન કરવું જોઈએ. ओम शं शनैश्चराय नम: આ મંત્રનો ૧૦૮ વખત જાપ કરવો જોઈએ.

તેમજ શનિવારે વ્રત કરવાથી પણ ફાયદો થાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવને પ્રસન્ન કરવા માટે કાળા બુટ, ધાબડાં, કાળી છત્રી, તેલ, અડદની દાળનું દાન કરવાથી લાભ થાય છે.

આ સાથે દસ મંગળવાર સુધી હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ ધરાવવાથી પણ લાભ થાય છે.

Leave a Reply