ધર્મ

શિવ મંત્ર

મહાદેવ મંત્ર

Mahessha
538

શિવ મંત્ર, મહાદેવ મંત્ર, મહાશિવરાત્રીના દિવસે ફળ, ફૂલ, ચંદન, બીલીપત્રની સાથે સાથે ધતૂરાના ફૂલથી પણ વિશેષ પૂજા કરવામાં આવે છે. ભગવાન શિવની ભવ, શર્વ, રુદ્ર, પશુપતિ, ઉગ્ર, મહાન, ભીમ અને ઈશાન સ્વરૃપથી આઠ નામો દ્વારા વિશેષ પૂજા કરવામાં આવે છે.

મહાશિવરાત્રીના દિવસે શિષ્ય ને ગુરુ પરંપરા પ્રમાણે ગુરુની કૃપાથી મંત્રદીક્ષા લેવાનું વિશેષ મહત્ત્વ છે. ભગવાન શિવની ડાબી બાજુ માઁ શકિતની પૂજા આરાધના કરવી જોઈએ.આ રીતે મહાશિવરાત્રના દિવસે ભગવાન શિવ, દેવોના દેવ મહાદેવની પૂજા આરાધના માનસિક શાંતિ, પારિવારિક મધુરતા, આર્થિક પ્રગતિ માટે વિશેષ લાભદાયી બનાવીએ.

ભગવાન શિવ જેમના નામનો અર્થ જ છે કલ્યાણસ્વરૂપ અને કલ્યાણપ્રદાતા. આ કલ્યાણ રૂપની આરાધનાથી બધા ઈચ્છાઓ પુર્ણ થાય છે. શાસ્ત્રોમાં પણ આ વાત ઉલ્લેખનીય છે કે દેવ, દનૂજ, ઋષિ, મહર્ષિ, યોગીન્દ્ર, મુનીન્દ્ર, સિદ્ધ, ગન્ઘર્વ જ નથી પણ બ્રહ્મા-વિષ્ણુ પણ ભગવાન શિવની આરાધના કરે છે અને તેમને પોતાની મનગમતી ઈચ્છાઓની પૂર્તિ કરાવે છે. ભગવાન શિવની પૂજા કરવાથી કઠિન કાર્ય પણ સહેલાઈથી બની જાય છે.

જીવનમાં અવાર નવાર અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. શિવ પુરાણમાં જીવનની સમસ્ત પરેશાનીઓમાંથી બહાર નીકળવાના ઉપાય બતાવાયા છે. જેનાથી તમે તમારી બધી ઈચ્છાઓ પુર્ણ કરી શકો છો. ભગવાન શિવના આ મંત્રનો જાપ કરવાથી મોટામાં મોટી સમસ્યા દૂર થઈ જાય છે.

“ૐ નમ: શિવાય શુભં શુભં કુરુ કુરુ શિવાય નમ: ૐ”

Leave a Reply