ધર્મ

શિવ નામાવલી

શિવ ૧૦૮ નામ

Om Shiv Shankar
970

શિવ નામાવલી, શિવ ૧૦૮ નામ, મહાશિવરાત્રીના દિવસે ફળ, ફૂલ, ચંદન, બીલીપત્રની સાથે સાથે ધતૂરાના ફૂલથી પણ વિશેષ પૂજા કરવામાં આવે છે. ભગવાન શિવની ભવ, શર્વ, રુદ્ર, પશુપતિ, ઉગ્ર, મહાન, ભીમ અને ઈશાન સ્વરૃપથી આઠ નામો દ્વારા વિશેષ પૂજા કરવામાં આવે છે.

મહાશિવરાત્રીના દિવસે શિષ્ય ને ગુરુ પરંપરા પ્રમાણે ગુરુની કૃપાથી મંત્રદીક્ષા લેવાનું વિશેષ મહત્ત્વ છે. ભગવાન શિવની ડાબી બાજુ માઁ શકિતની પૂજા આરાધના કરવી જોઈએ.આ રીતે મહાશિવરાત્રના દિવસે ભગવાન શિવ, દેવોના દેવ મહાદેવની પૂજા આરાધના માનસિક શાંતિ, પારિવારિક મધુરતા, આર્થિક પ્રગતિ માટે વિશેષ લાભદાયી બનાવીએ.

શિવ – કલ્યાણ સ્વરૂપ

મહેશ્વર – માયાના અધિશ્વર

શમ્ભૂ – આનંદ સ્વરૂપ વાળા

પિનાકી – પિનાક ધનુષ ધારણ કરનાર

શિશિશેખર – માથા પર ચંદ્રમા ધારણ કરનાર

વામદેવ – અત્યંત સુંદર સ્વરૂપ વાળા

વિરુપાક્ષ – ઉંચી આંખ વાળા

કપર્દી – જડાજૂટ ધારણ કરનારા

નીલલોહિત – નીલા અને લાલ રંગવાળા

શંકર – બધાના કલ્યાણ કરનાર

શૂલપાણી – હાથમાં ત્રિશૂળ ધારણ કરનાર

ખટવાંગી – ખાટલાનો એક પાયો રાખનારા

વિષ્ણુવલ્લભ – ભગવાન વિષ્ણુના અતિપ્રેમી

શિપિવિષ્ટ – સિતુહામાં પ્રવેશ કરનારા

અંબિકારનાથ – ભગવતિના પતિ

શ્રીકંઠ – સુંદર કંઠવાળા

ભક્તવત્સલ – ભક્તોના અત્યંત સ્નેહ કરનાર

ભવ – સંસારના રૂપમાં પ્રગટ થનાર

શર્વ – કષ્ટોને નષ્ટ કરનારા

ત્રિલોકેશ – ત્રણ લોકોના સ્વામી

શિતિકંઠ – સફેદ કંઠવાળા

શિવાપ્રિય – પાર્વતીના પ્રિય

ઉગ્ર – અત્યંત ઉગ્ર રૂપવાળા

કપાલી – કપાલ ધારણ કરનાર

કામારી – કામદેવના શત્રુઅંધકાર

સુરસૂદન – અંધક દૈત્યને મારનાર

ગંગાધર – ગંગાજીને ધારણ કરનારા

લલાટાક્ષ – લલાટમાં આંખવાળા

કાલકાલ – કાળમાં પણ કાળ

કૃપાનિધિ – કરૂણાની ખાણ

ભીમ – ભયંકર રૂપવાળા

પરશુહસ્ત – હાથમાં ફરશી ધારણ કરનારા

મૃગપાણી – હાથમાં હરમ ધારણ કરનારા

જટાધર – જટાધારણ કરનારા

કૈલાસવાસી – કૈલાસમાં નિવાસ કરનારા

કવચી – કવચ ધારણ કરનારા

કઠોર – અત્યંત મજબૂત દેહ વાળા.

ત્રિપુરાંતક – ત્રિપુરસુરનો સંહાર કરનારા

વૃષાંક – બળદના ચિહ્નવાળા ધ્વજ ધારણ કરનારા

વૃષભારૂઢ – બળદની સવારીવાળા

ભસ્મોદ્ધૂલિતવિગ્રહ – બધા શરીરમાં ભસ્મ લગાવનારા

સામપ્રિય – સામગાનથી પ્રેમ કરનાર

સ્વરમયી – સાત સ્વરમાં નિવાસ કરનારા

ત્રયીમૂર્તિ – વેદસ્વરૂપ વિગ્રહ કરનારા

અનીશ્વર – જેના બીજા કોઈ માલિક નથી.

સર્વજ્ઞ – બધું જાણનારા

પરમાત્મા – બધા આત્માના મહાન આત્મા

સોમસૂર્યાગ્નિલોચન – ચંદ્ર, સૂર્ય અને અગ્નિરૂપ આંખવાળા

હવિ – આહુતિ રૂપ દ્રવ્યવાળા

યજ્ઞમય – યજ્ઞસ્વરૂપવાળા

સોમ – ઉમા સહિતનું સ્વરૂપ

પંચવક્ત્ર – પાંચ મુખ વાળા

સદાશિવ – નિત્ય કલ્યાણ રૂપવાળા

વિશ્વેશ્વર – બધા વિશ્વના ઈશ્વર

વીરભદ્ર – બહાદુર હોવા છતાં પણ શાંત સ્વરૂપ વાળા

ગણનાથ – ગણોના સ્વામી

પ્રજાપતિ – પ્રજાનું પાલન કરનારા

હિરણ્યરેતા – સ્વર્ણ તેજવાળા

દુર્ધુર્ષ – કોઈથી ન દબાવનારા

ગિરીશ – પહાડોના માલિક

ગિરિશ – કૈલાસ પર્વત પર સોનાવાળા

અનઘ – પાપરહિત

ભુજંગભૂષણ – સાંપના આભૂષણવાળા

ભર્ગ – પાપને સળગાવી દેનારા

ગિરિધન્વા – મેરૂ પર્વતને ધનુષ બનાવનારા

ગિરિપ્રિય – પર્વત પ્રેમી

કૃત્તિવાસા – ગજચર્મ પહેરનારા

પુરારાતિ – પુરોનો નાશ કરનારા

ભગવાન – સર્વસમર્થ ઐશ્વર્ય સંપન્ન

પ્રમથાધિપ – પ્રમથગણોના અધિપતિ

મૃત્યંજય – મૃત્યુને જીતનારા

સૂક્ષ્મતનુ – સૂક્ષ્મ શરીરવાળા

જગદ્વ્યાપી – જગતમાં વ્યાપ્ત રહેનારા

જગદ્ગુરુ – જગતના ગુરુ

વ્યોમેશ – આકાશ રૂપી બાળક વાળા

મહાસેનજનક – કાર્તિકેયના પિતા

ચારૂવિક્રમ – સુંદર પરાક્રમ વાળા.

રૂદ્ર – ભક્તોના દુઃખ જોઈને રડનારા

ભૂપતિ – ભૂતપ્રેત કે પંચભૂતોના સ્વામી

સ્થાણુ – સ્પંદન રહિત કૂટસ્થ રૂપનારા

ભગનેત્રભિદ્ – ભાગ દેવતાની આંખ ફોડાનારા

અવ્યક્ત – ઈન્દ્રિયોના સામે પ્રગટ ન થનારા

સહસ્ત્રાક્ષ – અનંત આંખ વાળા.

સહસ્ત્રપાદ – અનંત પગવાળા.

અપવર્ગપ્રદ – કૈવલ્ય મોક્ષ આપનારા

અનંત – દેશ-કાળ-વસ્તુ-રૂપી પરિચ્છેદથી રહિત

તારક – સૌથી તારનારા  પરમેશ્વર – સૌથી પર ઈશ્વર

હર – પાપ તથા તાપને હરનારા

Leave a Reply