ધર્મ

શિવ રૂદ્રી

મહાદેવ રૂદ્રી

Lord Shiva
594

શિવ રૂદ્રી, મહાદેવ રૂદ્રી, રૂદ્રોત્સવ રાત્રી રુ મહાશિવરાત્રી કલ્યાણ દાત્રી રુ મહાશિવરાત્રી ભગવાન ભોળાનાથની આરાધના કરવી અને સાધના કરવાથી સઘળા પાપ, તાપ, સંતાપ દૂર થાય છે. ચંચળ અને ચલિત ચિત્ર ચંદવનમાં ફેરવાય છે. ‘હર’ કહેતા જ હર પ્રકારની પીડા દૂર થાય છે. યસ, માન, પ્રતિષ્ઠા, પ્રભાવ વધે છે. વિજય મળે છે. જીવનનો ફેરો ફળે છે. રિઘ્ધિસિઘ્ધિ કદમ ચૂમે છે, સફળતા ચોતરફ ઝૂમી ઉઠશે. રિઘ્ધિસિઘ્ધિ કદમ ચૂમેશે.

રૂદ્રી ત્રણ પ્રકારે આવે છે (૧) શુકલ યજુર્વેદિય (૨) કૃષ્ણ યજુર્વેદિય (૩) ઋગ્વેદીય આ ત્રણેય રૂદ્રીને વૈદોક્ત રૂદ્રી કહેવામાં આવે છે. તેમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં મુખ્યત્વે શુક્લ યજુર્વેદી રૂદ્રી બોલવામાં આવે છે. વેદ એ શિવ છે અને શિવ એ જ વેદ છે. એટલે કે મહાદેવજી વેદ સ્વરૂપે છે. ભારતીય સંસ્કૃતિમાં વેદનો મહિમા અપાર છે. આથી જે વેદના મંત્રો દ્વારા મહાદેવજીનું પૂજન કરવામાં આવે છે.

શિવ અને રૂદ્ર બન્ને એક જ છે. સત એટલે કે દુ:ખોને દૂર કરનાર સતમ્-દુ:ખમ્ નાશયતીતિ રૂદ્ર: રૂદ્રાષ્ઠાધ્યાયી તે વેદનો જ સાર છે. એટલે કે રૂદ્રીના મંત્રો વેદમાંથી લીધેલા છે. જેમ દૂધમાંથી જ માખણ અને તેમાંથી ઘી બને તેમ વેદના સાર રૂપ રૂદ્રી છે. રૂદ્રીમાં ગૃહસ્થધર્મ. રાજધર્મ. જ્ઞાન, વૈરાગ્ય. અને શાંતિનું વર્ણન કરવામાં આવેલ છે જે મનુષ્ય રૂદ્રીના પાઠ કરે છે. હોમ કરે છે તે મનુષ્ય સ્વયં રુદ્રરૂપ થઇ જાય છે. રૂદ્રીના મંત્રોના કેવળ શ્રાવણ માત્રથી જ મોક્ષની પ્રાપ્તિ થઇ શકે છે.

શિવ રૂદ્રી પ્રથમ અઘ્યાય

હે શિવ! અમારું આ ચંચળ મન અનેક પ્રકારના તર્ક-વિતર્ક અને વિચારો કરે છે. તમારી પૂજામાં સ્થિર બનતું નથી. આપ અમારા આ મર્કટ જેવા મનને સ્થિર કરો, પવિત્ર વિચારોવાળું બનાવો.

‘તન્મે મન: શિવસંકલ્પમસ્તુ’ હે શિવ!

શિવ રૂદ્રી દ્વિતીય અઘ્યાય

બીજા અઘ્યાયમાં ભગવાનના વિરાટ સ્વરૂપનું વર્ણન છે. હે પ્રભુ! આપ ચૌદ બ્રહ્માંડને માપી લીધા પછી પણ આપ એક મુઠ્ઠી જેટલા વધો છો.

શિવ રૂદ્રી તૃતીય અઘ્યાય

આ અઘ્યાયમાં દેવોના રાજા ઇન્દ્રને લગતા મંત્રો છે. હે ઇન્દ્ર! અમે આપના જેવા બળવાન તથા ચપળ બનીએ. અમારામાં નીડરતા અને ચપળતા આવે.

શિવ રૂદ્રી ચતુર્થ અઘ્યાય

નવ ગ્રહો તથા આપણી પૃથ્વીને પણ સૂર્યમાંથી બળ પ્રાપ્ત થાય છે. સૂર્યનારાયણની ઉપાસનાથી આત્મબળ તથા જ્ઞાન પ્રાપ્ત થાય છે.

શિવ રૂદ્રી પંચમ અઘ્યાય

આ અઘ્યાયમાં શિવજીનાં સો સ્વરૂપોનું વર્ણન આવે છે. ‘નમ:સભાભ્ય:’ દેવોની સભામાં સભાપતિ બનીને બેઠેલા, પાર્વતી સાથે બેઠેલા, સ્મશાનમાં બેઠેલા, જટાવાળા, જટા વગરના, ઉપદેશ આપતા, કવચ ધારણ કરીને બેઠેલા, આનંદમાં આવીને દુંદુભી વગાડી રહેલા, પારધીના રૂપમાં, ભીલના રૂપમાં, હિંસક પ્રાણીઓના રૂપમાં ભ્રમણ કરતા શિવ.

શિવ રૂદ્રી ષષ્ઠો અઘ્યાય

આ અઘ્યાયમાં ભગવાન શિવને ઉત્તમ વૈધ કહેવામાં આવ્યા છે. આ અઘ્યાયનું વારંવાર પઠન કરવાથી, શ્રવણ કરવાથી મનુષ્યને અસાઘ્ય રોગમાંથી પણ મુકિત મળે છે.

શિવ રૂદ્રી સપ્તમ અઘ્યાય

આ અઘ્યાયના મંત્રોમાં ભકત શિવજી પાસે અનેક પ્રકારની વસ્તુઓની માગણી કરે છે. જેમ કે વ્રીહયશ્ચમે જવાશ્ચમે હે શિવ! અમને ઘઉં, ડાંગર, મગ, ચણા જેવા દરેક પ્રકારનાં ધાન્ય મળો, શ્યામંશ્ચમે અમને સોનું, પિત્તળ, લોઢું, પથ્થર પ્રાપ્ત થાઓ. અમને અભયની પ્રાપ્તિ થાય, સુંદર મિત્રો તથા ઉત્તમ સંતાનોની પ્રાપ્તિ થાય, પરંતુ આ બધું અમને તારી કૃપાથી તથા યજ્ઞથી પ્રાપ્ત થાય.

શિવ રૂદ્રી અષ્ટમ અઘ્યાય

હે સૂર્ય અમારું કલ્યાણ કરો, શં વરુણ: હે વરુણ અમારું કલ્યાણ કરો, શંનો બૃહસ્પતિ: હે દેવગુરુ બૃહસ્પતિ અમારું કલ્યાણ કરો, શંનો વિષ્ણુરુરુ ક્રમ: હે ત્રણ ડગલાં ભરનાર નારાયણ અમારું કલ્યાણ કરો.

શિવ રૂદ્રી ઉપસંહાર

આ અઘ્યાયમાં શિવનાં નામોનો ઉલ્લેખ છે. પંચમુખ શિવને અલગ અલગ મંત્રો બોલીને નમસ્કાર કરવામાં આવ્યા છે. શિવની મહાપૂજામાં શિવના પંચમુખની પૂજા થાય છે ત્યારે આ દિવ્ય મંત્રોનું પઠન કર્યા બાદ આરતી થાય છે.

Leave a Reply