ધર્મ

શિવ સહસ્રનામ સ્તોrત્રમ્‌

શિવજી સહસ્રનામ જપ કેવી રીતે કરશો

Shankar
423

શિવ સહસ્રનામ સ્‍તોત્રમ્‌, સહસ્રનામ જપ કેવી રીતે કરશો, ઈશ્વરનું સ્‍મરણ અને જપ કરવાનો કોઈ એક નક્કી સમય નથી, તે છતાં પણ કોઈ પણ કાર્યને એવા રીતે કરવામાં આવે, જેનાથી તે સહજ રૂપથી સંપન્ન થઈ જાય. જપ આદી વગેરે માટે પણ આવું જ ચિત્રવૃત્તિ નિરોધક વિધિ આપણા ઋષિ-મહર્ષિયોંએ નિર્ધારિત કરી છે. આ વિધિ દ્વારા જપ આદી કરવાથી પ્રાણી માત્રને એકાગ્રતા પ્રાપ્ત થાય છે, જેનાથી આપણને સાધનાનું અનંત ફળ પ્રાપ્ત થાય છે, જેટલી વધારે એકાગ્રતા હશે, એટલો જ લાભ થશે. શ્રી શિવ સહસ્રનામ પાઠ કરવા માટે સર્વપ્રથમ ભગવાન શિવનું આહ્વાન તેમજ પૂજા કરો. પૂજનમાં સર્વપ્રથમ આસન અર્પિત કરો.

શિવ ની એક દંતકથા અનુસાર એક સમયે બ્રહ્મા અને વિષ્ણુ ચર્ચા કરી રહ્યા હતા તે તેમનામાંથી વધુ શક્તિશાળી કોણ છે. ત્યારે અચાનક તેમની સમક્ષ આગની પ્રચંડ જ્વાળાઓમાં ઘેરાયેલું શિવલિંગ પ્રગટ થયું અને બંને દેવો તે જોઈને અચંબિત થઈ ગયા હતા. બંનેએ શિવલિંગની ટોચ જોવા માટે ઉપર ધ્યાન કર્યું પરંતુ ટોચ જોઈ શક્યા નહોતા. આ શિવલિંગ અનંત સુધી વિસ્તરેલું હતું. તેમાંથી ભગવાન શિવનું પ્રાગટ્ય થયું અને તેમણે કહ્યું કે ત્રણેયમાં સૌથી શક્તિશાળી હું છું માટે જ શિવલિંગની પૂજા થાય છે.

ૐ શ્રી સામ્‍બ સદાશિવાય નમઃ, આસનં સમર્પયામિ

તત્‍પશ્ચાત પગને ધોવા માટે જળ સમર્પિત કરો- પાદ્યં સમર્પયામિ,

અઘ્‍ર્ય અર્પિત કરો- અઘ્‍ર્યં સમર્પયામિ,

આચમન અર્પિત કરો- આચમનીયં સમર્પયામિ,

સ્‍નાન હેતુ જળ સમર્પિત કરો- સ્‍નાનાર્થં જલં સમર્પયામિ,

તિલક હેતુ દ્રવ્‍ય અર્પિત કરો- ગંધં સમર્પયામિ,

ધૂપ-દીપ દેખાડો- ધૂપં-દીપં દર્શયામિ,

પ્રસાદ અર્પિત કરો- નૈવેદ્યં નિવેદયામિ,

આચમન હેતુ જળ અર્પિત કરો- આચમનીયં સમર્પયામિ,

તત્‍પશ્ચાત નમસ્‍કાર કરો- નમસ્‍કરોમિ.

Leave a Reply