ધર્મ

શિવજીને ભાંગ અને ઘતૂરો શા માટે પસંદ છે

મહાશિવરાત્રિ પર ચઢવો ભાગ અને ઘતૂરો

Lord Shivji
411

શિવજીને ભાંગ અને ઘતૂરો શા માટે પસંદ છે, મહાશિવરાત્રિ પર ચઢવો ભાંગ અને ઘતૂરો, ભોલેનાથની પૂજાનો સૌથી ખાસ દિવસ મહાશિવરાત્રિ. આ અવસર પર શિવજીને પ્રસન્ના કરવા માટે ભકત ભાંગ ઘતૂરાને ચઢાવતા જોવા મળશે. પણ ક્યારેય વિચાર્યુ છે કે શિવને આવી નશીલી વસ્તુઓ જ કેમ ગમે છે.

તેની પાછળ પુરાણોમાં ધાર્મિક કારણ બતાવાયુ છે તો બીજી બાજુ વૈજ્ઞાનિક આધાર પણ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોઈએ તો ભગવાન શિવને કૈલાશ પર્વત પર રહેનારા બતાવાયા છે. અહી અત્યંત ઠંડો પ્રદેશ છે. જ્યા આવો આહાર અને ઔષધિની જરૂર હોય છે જે શરીરની ગરમી પ્રદાન કરે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ભાંગ અને ધતૂરો સીમિત માત્રામાં લેવામાં આવે તો તે દવાનુ કામ કરે છે અને શરીરને અંદરથી ગરમ રાખે છે.

જ્યારે કે ધાર્મિક દ્રષ્ટિથી આ પાછળનું કારણ દેવી ભાગવત પુરાણમાં બતાવવામાં આવ્યુ છે. આ પુરાણ અનુસાર શિવજીએ જ્યારે સાગર મંથનમાંથી નીકળેલ તત્કાલ વિષ પી ગયા, ત્યારે તેઓ વ્યાકુળ થવા લાગ્યા. ત્યારે અશ્વિની કુમારોએ ભાંગ, ધતૂરો વેલ વગેરે ઔષધિઓથી શિવજીની વ્યાકુળતા દૂર કરી. ત્યારથી શિવજીને ભાંગ ધતૂરો પ્રિય છે.

મહાશિવરાત્રીના દિવસે શિષ્ય ને ગુરુ પરંપરા પ્રમાણે ગુરુની કૃપાથી મંત્રદીક્ષા લેવાનું વિશેષ મહત્ત્વ છે. ભગવાન શિવની ડાબી બાજુ માઁ શકિતની પૂજા આરાધના કરવી જોઈએ.આ રીતે મહાશિવરાત્રના દિવસે ભગવાન શિવ, દેવોના દેવ મહાદેવની પૂજા આરાધના માનસિક શાંતિ, પારિવારિક મધુરતા, આર્થિક પ્રગતિ માટે વિશેષ લાભદાયી બનાવીએ.

Leave a Reply