ધર્મ

શિવલિંગનો મહિમા

શિવ મહિમા

Shiv
671

શિવલિંગનો મહિમા, શિવ મહિમા, ભગવાન શિવની પૂજા અર્ચના કરવાનો ઉત્તમ દિવસ એટલે મહાશિવરાત્રી. આમ તો, શિવરાત્રી તો પ્રતિમાસ આવે છે. પરંતુ મહા શિવરાત્રી વર્ષમાં એક જ વખત આવે છે. શિવજીના ભકતો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમઃ શિવાયના અખંડ પાઠ કરે  છે.

શિવલીંગ પર બીલીપત્રો ચઢાવી દૂધ અને જળાઅભિષેક કરી શિવ ઉપાસના કરે છે. વિવિધ અભિષેક કરીને ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરે છે. મહા શિવરાત્રી પર્વ સાથે હરણ અને પારધીની પૌરાણીક માન્યતા જગપ્રસિધ્ધ છે. એમાં પણ હરણ પરિવારની મુકિત અને પારધીની પાપમુકિતમાં ભગવાન શિવનો કલ્યાણભાવ જોવાય છે.

બધા દિવસોમાં શ્રેષ્ઠ દિવસ અને રાત્રી ગણવાથી તેને મહાશિવરાત્રી નામ અપાયું. આમ મહાશિવરાત્રીનું પર્વ એ શિવભકતો માટે શિવની આરાધના અને ઉપાસનાનો તહેવાર છે. જીવ અને શિવનો યોગ સાધતી મહારાત્રી એટલે મહાશિવરાત્રી. ભગવાન શંકરનો મહિમા અનેરો અને અદકેરો છે. સાત્વીક સહજ ભકિતથી પ્રસન્ન થનારા ભગવાન શંકર મહાપ્રલયકારી છે. બ્રહ્માંડના જીવોનું સંકલન કરનારા છે.

શિવલિંગનો મહિમા

શિવરાત્રીનો તહેવાર આપે છે સાત્વિક જીવન જીવવાની પ્રેરણા

કલ્યાણ અને મોક્ષ આપનારી મહાશિવરાત્રિ

વિધિપૂર્વક પૂજા કરવાથી મળે છે સુખ શાંતિ અને સમૃદ્ધિ

શિવલિંગના મૂળમાં છે બ્રહ્માજીનો વાસ

મધ્યમાં બિરાજમાન છે ભગવાન વિષ્ણુ

ઉપરના ભાગમાં બિરાજમાન છે ૐ કાર રૂપ ભગવાન સદાશિવ

શિવલિંગની વેદી એ આદ્યશક્તિ પાર્વતીજીનું પરમ પવિત્ર પ્રતીક છે.

પૂજન માટે વપરાતા શિવલિંગના પાચ પ્રકારો  છે

સ્વયંભૂ લિંગ, બિંદુ લિંગ, સ્થાપિત લિંગ,ચરલિંગ અને  ગુરુ લિંગ

Leave a Reply