ટેકનોલોજી

ગૂગલ ફેસબુક જેવી મોબાઈલ એપ્લિકેશન લાવી રહ્યું છે

શુલેસ સોશિયલ મીડિયા એપ્લિકેશન આવી રહી છે

Shoelace App
309

ગૂગલ ફેસબુક જેવી મોબાઈલ એપ્લિકેશન લાવી રહ્યું છે, શુલેસ સોશિયલ મીડિયા એપ્લિકેશન આવી રહી છે શું ફેસબુક ને ટક્કર મારી શકશે. ગૂગલે સોશિયલ મીડિયામાં ગૂગલ પ્લસથી શુરૂઆત કરી હતી. પરંતુ તે ના ચાલી અને છેવટે ગૂગલ પ્લસ બંધ થઈ ગઈ. ફરીવાર ગૂગલ સોશિયલ મીડિયા તરફ તેનું ધ્યાન ગયું છે. હવે કંપની ફરી નવી મોબાઈલ એપ્લીકેશન લઈને આવી રહ્યું છે. તેમનું નામ છે શુલેસ કદાચ આ વખતે પણ કંપની પોતાની ધમાકેદાર શરૂઆત કરવા માટે તૈયારી કરી લીધી છે.

કંપનીએ આ એપ્લીકેશનનું ટેસ્ટિંગ પણ શરૂ કરી દીધું છે. તેને કેટલાક યુઝર્સ ઇન્વાઇટ બેસિસ પર ઉપયોગ કરી રહ્યા છે. આ એક અલગ પ્રકારનું સોશિયલ નેટવર્ક પ્લેટફોર્મ છે જ્યાં લોકો પોતાની હોબી અનુસાર એકબીજાના મિત્રો બને છે અને નવા મિત્રો શોધી શકશે. જેવી રીતે ગૂગલ પ્લસની શરૂઆતમાં પણ આવીજ રીતે કરી હતી. શુલેસ એપ હાલમાં અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં ટેસ્ટ કરવામાં આવી રહી છે યુઝર પોતે કોઈને ઇન્વાઇટ કરે પછીજ નવો યુઝર જોડાઈ શકે છે. તેને તમે ડેટિંગ એપ અને ફેસબુકના હાઇબ્રિડ રીતે પણ જોઇ શકો છે કારણ કે શુલેસનું ધ્યાન લોકોને રૂચિ અનુસાર મેળવવાનો છે.

સુલેસમાં ડેટિંગ એપ અને ટીનડરની જેમ મેચિંગ પ્રોસેસ પણ છે. જે હેઠળ અન્યની પ્રોફાઇલ્સને સ્વાઇપ કરીને જોઇ શકાય છે. જોકે, આ એપનો હેતું લોકોને ડેટિંગમાં મદદ કરવાનો નથી પરંતુ નવા મિત્રો શોધવાનો છે પરંતુ જે રીતે લોકો લિન્ક્ડઈન જેવા પ્લેટફોર્મમાં પણ ડેટિંગ જેવો ઉપયોગ કરે છે તો એવામાં મોટી વાત નથી કે જ્યારે લોકો તેને ડેટિંગ એપ તરીકે ઉપયોગ નહિ કરે.

શુલેસને ગુગલે ૧૨૦ લેબમાં ડેવલપ કરવામાં આવી રહ્યું છે. ગુગલ એરિયા ૧૨૦ લેબને ગુપ્ત માનવામાં આવે છે. આ ગુગલ ૧૨૦ લેબ હેઠળ કંપની નવી ટેકનોલોજી પર કામ કરે છે અને અહીં અનેક પ્રયોગો પણ ચાલે છે.  શુલેસ એપના હોમ પેજ પર Supercharge your social life લખ્યું છે. આ એપની ફિચર્સની વાત કરવામાં આવે તો અહીં યુઝર્સને નવા લોકોને મળવાની તક મળશે. તે સિવાય પોતાની આસપાસ થઇ રહેલા ડેઇલી ઇવેન્ટ્સ અને એક્વિટી અંગેની માહિતી મળશે. અહીં લોકોને ઇનવાઇટ પણ કરી શકશો. ગુગલે આ અંગે હજુ સુધી કોઇ સતાવાર નિવેદન આપ્યું નથી.

Leave a Reply