પ્રવાસ

શૂલપાણેશ્વર મહાદેવના મંદિર ખુબજ રળીયામણું સ્થળ છે

વડોદરાથી માત્ર દોઢ કલાકના અંતરે આવેલ ફરવાલાયક સ્થળ છે

Shoolpaneshwar Mahadev Temple
152

શૂલપાણેશ્વર મહાદેવના મંદિર ખુબજ રળીયામણું સ્થળ છે, વડોદરાથી માત્ર દોઢ કલાકના અંતરે આવેલ ફરવાલાયક સ્થળ છે. અહી એક દિવસ માટે પરિવાર અને બાળકો સાથે ફરવા માટે આ જગ્યા ખૂબ જ મજાની છે. એક દિવસ માટે તમારે બહુ દૂર જવાની જરુર નથી. વડોદરાથી માત્ર દોઢેક કલાકના અંતરે આવેલ શૂલપાણેશ્વર મહાદેવના મંદિરે જઈ આવો. અહિયાં ખળખળ વહેતી નર્મદા, ચારે તરફ ફેલાયેલ વનરાજી અને મંદિરની આસપાસ ફેલાયેલ સુંદરતા તમારું મન મોહી લેશે.

વડોદરા થી અંદાજે ૮૬ કિમી દૂર રાજપીપળા પાસે નર્મદા કાંઠે આવેલું શૂલપાણેશ્વર મહાદેવ મંદિર. ખુબજ જૂનું અને સુંદર શંકર ભગવાનનું મંદિર સરદાર સરોવર ડેમથી પણ નજીક આવેલું છે. જિંદગીની ભાગદોળમાંથી એક દિવસ માટે રિલેક્સ થવું હોય તો આ જગ્યા સરસ છે. તેમજ અહી શ્રાવણ મહિના ભારે ભીડ જોવા મળે છે. બાકીના દિવસોમાં પણ પ્રવાસીઓ આવે છે.

શૂલપાણેશ્વર મહાદેવ મંદિરની આસપાસ ગાઢ જંગલ આવેલું છે. જેને ગુજરાતનું સૌથી ગીચ જંગલ હોવાનું કહેવામાં આવે છે. અહીં જંગલી પ્રાણીઓનું અભ્યારણ્ય પણ આવેલું છે. આ જંગલમાં વાસના ઝાડ ખુબજ મોટી સંખ્યામાં આવેલા છે. તેમજ ૫૭૫ પ્રકારની પ્રજાતિના વિવિધતા સભર સુંદર ફૂલો જોવા મળે છે. આ જંગલમાં રીંછ, ચિત્તો, ચિત્તલ, જંગલી શ્વાન જેવા ઘણાં બધા જંગલી પ્રાણીઓ જોવા મળે છે. આ અભ્યારણ્ય અંદાજે ૬૦૭ ચોરસ કિમીના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે.

તમેજ શૂલપાણેશ્વર મહાદેવ મંદિરના પ્રાગણમાં એક સુંદર બગીચો આવેલ છે કે જ્યાં તમે પરિવાર સાથે બેસીને વન ભોજનનો આનંદ પણ માણી શકો છે. તથા નજીકમાં આવેલ ઝરવાણી ધોધ પણ કુબજ આકર્ષણનું કેન્દ્ર છે. ઝરવાણી ધોધ જવા માટે શૂલપાણેશ્વર મહાદેવ મંદિરથી થાવડીયા ચેકપોસ્ટ પહોંચવું પડે છે જેની અંદાજીત રૂ. ૨૦૦ જેટલી ફી ભરીને જંગલમાં ૭ કિમી જેટલું અંદર જવાથી ઝરવાણી ધોધ જોવા મળે છે.

Leave a Reply