ટેકનોલોજી

ઈલેક્ટ્રીક સમાન કે અન્ય સમાન સાથે આવતું આ પેકેટ કામની વસ્તુ

સિલિકા જેલ થી અઢળક લાભ થાય છે જેને ફેકી દેવી નહિ

Silica Gel
213

ઈલેક્ટ્રીક સમાન કે અન્ય સમાન સાથે આવતું આ પેકેટ કામની વસ્તુ, સિલિકા જેલ થી અઢળક લાભ થાય છે જેને ફેકી દેવી નહિ. જેમાં સફેદ રંગનું નાનકડું પેકેટ હોય છે. આ પેકેટમાં નાના નાના દાણા હોય છે. આ પેકેટને લોકો ફેંકી દેતા હોય છે. કારણ કે લોકો આ પેકેટના ફાયદા થી અજાણ હોય છે. આ પેકેટ માં સિલિકા જેલ હોય છે. લોકો તેને ઘાતક કેમિકલ સમજી ને ફેંકી દે છે. જેનો દેખાવ સફેદ ખાંડના દાણા જેવો હોય છે. આ પેકેટ શા માટે દરેક સામાનમાં મુકવામાં આવે છે. તો જાણીએ સિલિકા જેલ એટલે શું.

સિલિકા જેલ ભેજ સોશી લેવાનું કામ કરે છે. તેના પર સૂચના લખેલી હોય છે કે બાળકોથી તેને દૂર રાખો પરંતુ આ પેકેટને સાચવી શકાય છે. કારણ કે આ જેલ ખૂબ કામની વસ્તુ છે. સિલિકા જેલ તમને કેવી રીતે ઉપયોગી સાબિત થઈ શકે છે તે જાણીએ. લોકો જાણી જશે પછી તેને ફેકી નહિ દે એ પણ હકીકત છે. કેમકે સિલિકા જેલ ઘણીજ ઉપયોગી વસ્તુ છે.

મહત્વની દસ્તાવેજમાં ભેજ ન લાગે તે માટે તેમાં સિલિકા જેલ રાખી દેવું શકાય. તેમજ મોબાઈલમાં પાણી પડી જાય કે વરસાદમાં પલળી જાય તો ફોનની બેટરી કાઢી તેને સાફ કરી તેની સાથે એક સિલીકા જેલ નું પેકેટ રાખી દેવાથી ફોન ભેજના કારણે ખરાબ થશે નહીં. ઈલેકટ્રોનિક સામાન સાથે પણ સિલીકા જેલ ને રાખી શકાય છે. દરિયાઈ વિસ્તાર માં ભેજ લાગવાની શક્યતા વધુ રહે છે ત્યારે સિલીકા જેલ ખુબજ ઉપયોગી બને છે.

સિલિકા જેલ ડ્રાય ફ્રૂટ્સ, મસાલા કે દાળ, કે જે લોકો બાર માસ ની સાથે ભરતા હોય છે. તેવી વસ્તુઓ સાથે પણ સિલિકા જેલ રાખી શકાય છે. કેમકે વસ્તુઓ લાંબા સમય સુધી તાજી રહેશે અને તેમાં ભેજ નહીં લાગે. ફોટાના આલ્બમમાં ભેજ લાગવાથી ફોટા ખરાબ થઈ જતા હોય છે. તો તેમાં પણ સિલિકા જેલ રાખવામાં આવે તો ફોટાના આલ્બમમાં ફોટામાં ભેજ નથી લાગતો.

Leave a Reply