જ્યોતિષ

૨ જૂલાઈના રોજ વર્ષનુ બીજું સૂર્ય ગ્રહણ

જાણો તમારી રાશિ પર કેવી અસર પડશે

Solar Eclipse
693

૨ જૂલાઈના રોજ વર્ષનુ બીજું સૂર્ય ગ્રહણ, જાણો તમારી રાશિ પર કેવી અસર પડશે, ભારતમાં મંગળવારે  ખગ્રાસ સૂર્યગ્રહણ નહિ દેખાય. ભારતમાં તેનો પ્રભાવ નહીં પડે કે જોવા મળશે નહીં. પરંતુ 12 રાશિ ઉપર તેની અસર પડશે. આ સૂર્ય ગ્રહણ પૂર્ણ સૂર્ય ગ્રહણ હશે અને તે ૪ કલાક ૫૫ મિનિટ સુધી ચાલશે. આ ગ્રહણ ૨ જુલાઈની રાત્રે ૧૧ વાગી ૨૫ મિનિટે શરૂ થશે અને ૩ જુલાઈ સવારે ૩ કલાક ૨૦ મિનિટ સુધી રાત્રે રહેશે.

જયારે વિશ્ર્વના અમુક દેશો-પ્રદેશોમાં ગ્રહણ અભૂત જોવા મળશે. તેમાં દક્ષિણ પેસેફિકના અમુક પ્રદેશો, આર્જેન્ટિનાના સન જૌન શહે૨ની આસપાસનો વિસ્તા૨ તેમજ ખંડગ્રાસ સૂર્યગ્રહણ ચીલી, દક્ષિણ પેસેફિકના અમુક ભાગ, દક્ષિણ અમેરિકા, આર્જેન્ટિનામાં જોવા મળશે. અવકાશી ગ્રહણો જોવા-માણવા માટેની ખગોળીય ઘટના છે. જ્યોતિષ દષ્ટ્રિ અનુસાર,  આ ગ્રહણ રાહુના નક્ષત્ર આદ્રા અને મિથુન રાશિમાં થવા જઇ રહ્યુ છે.

મેષ:

આ સૂર્યગ્રહણ મેષ રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થશે. પારિવારિક કંકાસ કે ભાઇ-બહેન સાથે મતભેદ સર્જાઇ શકે છે.

વૃષભ:

આ રાશિના જાતકોને સૂર્ય ગ્રહણથી નુકસાન થવાની શક્યતા છે, વૃષભ રાશિના જાતકોને આ સમય દરમિયાન સ્વાસ્થ્યની પણ કાળજી લેવી પડશે.

મિથુન:

સૂર્ય ગ્રહણ મિથુન રાશિમાં જ થતું હોવાથી તમારી માનસિક ચિંતા વધારો થશે. જીદ અને આવેશ પર નિયત્રંણ રાખવુ પડશે.

કર્ક:

આ રાશિના જાતકોને આર્થિક નુકસાન થઈ શકે છે. વાહન ચલાવતા સાવચેરી ના રાખે તો અકસ્માત થવાની શક્યતા છે.

સિંહ:

આ રાશિને સૂર્ય ગ્રહણ ફળશે. અટકેલા કામ પાર પડશે, શત્રુઓ પર વિજય મળશે.

કન્યા:

આ રાશિના જાતકોને નુકસાન થશે, સ્થાન પરિવર્તન યોગ છે. આ રાશિના જાતકોએ માતા-પિતાનુ સ્વાસ્થ્યનુ ખાસ ધ્યાન રાખવુ જોઇએ.

તુલા:

સૂર્ય ગ્રહણના પ્રભાવને કારણે આ જાતકોના દાંપત્યજીવનમાં ખટાશ આવી શકે છે. કામમાં અડચણ અને આર્થિક હાનિનો પણ યોગ છે.

વૃશ્ચિક:

આ રાશિના જાતકો ષડયંત્રનો ભોગ બની શકો છો. ચેતતા રહેવુ. સ્વાસ્થ્યનું દ્રષ્ટિએ પણ આ સમય પ્રતિકુળ છે.

ધન:

દાંપત્યજીવનમાં મનદુઃખ સર્જાઈ શકે છે. ક્યાંકથી અશુભ સમાચાર મળતા માનસિક મુશ્કેલીમાં વધારો થશે.

મકર:

આ રાશિના જાતકોને સ્વાસ્થ્યની ખાસ તકેદારી રાખવી. શત્રુ પર વિજય મળશે. કોર્ટ કેસ ચાલતા હશે તો તમારી તરફેણમાં ચુકાદો આવી શકે છે.

કુંભ:

શિક્ષા કે કોમ્પિટિશનમાં વધારે મહેનત કરશો તો પરિણામ તમારા પક્ષમાં આવશે. સંતાન સંબંધિત ચિંતામાં વધારો થશે.

મીન:

આ સમયમાં માનસિક ક્લેશ ઉત્પન્ન થઈ શકે છે. સામાન ચોરી પણ થઈ શકે છે આ માટે ચોક્કસથી સાવધાન રહો. ષડયંત્રનો શિકાર થવાથી પણ બચવુ.

Leave a Reply