અન્યઆરોગ્ય

વાળ ખરતાં અટકાવો

વાળ ખરતાં અટકશે, શાઈની, મુલાયમ અને ડેન્ડ્રફ ફ્રી બનાવો

Hair FallHair Fall
163

વાળ ખરતાં અટકાવ માટે શિયાળામાં સરસિયાનું ઓઈલ વાળ માટે સરસ રહે છે. તેમાં એરંડિયું અને ઓલિવ ઓઈલ મિક્સ કરીને પણ વાળમાં મસાજ કરી શકો છો. બદામ કે આમળાના તેલમાં પણ કોઈ અન્ય તેલ મિક્સ કરીને વાળમાં લગાવી શકો છો. નારિયેળ તેલ, જેતૂનનું તલ, સરસિયાનું તેલ અથવા તો કોઈપણ હર્બલ ઓઈલ વાપરી કરી શકો છો. તેનાથી સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશન વધશે અને સ્કેલ્પના બંધ છિદ્રો પણ ખુલી જશે. આ ઉપાય હમેશાં વાળ ધોતાં પહેલાં કરવાથી વાળ મુલાયમ, શાઈની રહે છે. તમે તમારી પસંદગી પ્રમાણે અથવા તમારા વાળને અનુકુળ થાય એ પ્રમાણે ગમે તે હેઅર ઓઈલનો ઉપયોગ કરી શકો છો. શિયાળામાં જો તમે વાળને મજબૂત બનાવી રાખવા માગતા હો તો સપ્તાહમાં ઓછાંમાં ઓછું ત્રણવાર વાળમાં ઓઈલથી મસાજ કરો.

Leave a Reply