શિક્ષણ

ધો. ૫ થી ૮ માં વિદ્યાર્થીને પરીક્ષાના પરિણામ નાપાસ કરાશે

વર્ષ ૨૦૧૯-૨૦ થી રાજ્ય સરકરાની નવી નીતિ અને કેન્દ્રની મંજૂરી

Right to Education
327

ધો. ૫ થી ૮ માં વિદ્યાર્થીને પરીક્ષાના પરિણામ નાપાસ કરાશે, વર્ષ ૨૦૧૯-૨૦ થી રાજ્ય સરકરાની નવી નીતિ અને કેન્દ્રની મંજૂરી. ગુજરાત સરકારે કેન્દ્ર સમક્ષ ધો. ૩ થી ૮ માં નો ડિટેન્શન પોલીસી દૂર કરવાની માંગ કરી હતી. ધો.૧ થી ૪ માં નાપાસ નહી કરવાની નીતિ યથાવત રહેશે. રાજ્યસભામાં આર.ટી.ઈ એક્ટ સુધારા બિલને મંજૂરી મળી.

હવે ધોરણ ૫ થી ૮ માં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાના પરિણામ અને તેની ગુણવત્તાના આધારે વિદ્યાર્થીને પાસ કે ના-પાસ કરવામાં આવશે. તે અંગેના ભારત સરકારના વિધેયકને આજે રાજ્યસભામાં પણ મંજૂરી આપી દેવામાં આવી છે.

કેન્દ્ર સરકારના રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ મુજબ ધો.૧ થી ૮ માં હાલ નો ડિટેન્શન પોલીસી એટલે કે વિદ્યાર્થીને નાપાસ નહી કરવાની નીતિ અમલમાં છે.જેને લીધે વિદ્યાર્થીનું પરિણામ ખૂબ જ નબળુ હોય તો પણ તેને નાપાસ ન કરીને આગળના ધોરણમાં મોકલવામા આવે છે.

ભારત સરકારે ગુજરાત સરકારની આ રજૂઆતને ધ્યાને રાખીને ધોરણ ૫ અને ૮ માં વિદ્યાર્થીને પાસ કે નાપાસ કરાશે તેવો આરટીઈ એક્ટ હેઠળ સુધારો લાવતો ખરડો સંસદમાં રજૂ કરાયો હતો. સપ્ટેમ્બર ૨૦૧૮ માં તેને મંજૂર કરાયો હતો.

આ અંગે ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિહ ચુડાસમાએ કહ્યું કે, ‘ભારત સરકારે ગુજરાત સરકારની રજૂઆતને ધ્યાનમાં લઇને ધો. ૫ અને ધો. ૮ ની પરીક્ષામાં વિદ્યાર્થીને નાપાસ કરી શકાશે તેવો આર.ટી.ઇ.એકટમાં સુધારો લાવતો ખરડો સંસદમાં સપ્ટેમ્બર-૨૦૧૮ માં રજૂ કર્યો હતો. જેને હવે રાજયસભામાં પણ મંજૂરી મળી ગઇ છે.

આ ખરડાને હવે રાજ્યસભામાં પણ મંજૂરી મળી છે. આમ સંસદના બંને ગૃહોમાં આ વિધેયક દાખલ કરી પસાર કરવા બદલ શિક્ષણ મંત્રી ચૂડાસમાએ ભારત સરકાર અને માનવ સંશાધન વિકાસ મંત્રીનો ગુજરાત સરકાર વતી આભાર માન્યો હતો.

Leave a Reply