શહેર

રાજકોટમાં સ્વાઇન ફ્લૂને કારણે બેનાં મોત

૨૪ કલાકમાં બેનાં મોત, ૧૧ દર્દી સારવાર હેઠળ

Swine Flu
143

રાજકોટમાં સ્વાઇન ફ્લૂને કારણે બેનાં મોત, ૨૪ કલાકમાં બેનાં મોત, ૧૧ દર્દી સારવાર હેઠળ, ગ્રામ્ય વિસ્તારના ત્રણ અને શહેરી વિસ્તારના પાંચ દર્દીનો સમાવેશ થાય છે. રાજકોટમાં સ્વાઇન ફ્લૂને કારણે સારવાર દરમિયાન બે વૃદ્ધનાં મોત થયું છે.

જૂનાગઢના વૃદ્ધા અને રાજકોટના વૃદ્ધની રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલતી હતી. તેની સાથે જ જિલ્લામાં સિઝનનો મૃત્યાંક ૧૫ પર પહોંચ્યો છે. જૂનાગઢના વૃદ્ધા નંં મોડી રાત્રે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

જ્યારે શહેરી વિસ્તારમાં ૫૭ કેસ નોંધાયા હતા. ગ્રામ્ય વિસ્તારમાંથી આઠ જ્યારે શહેરી વિસ્તારમાંથી નવ દર્દીઓનાં સારવાર દરમિયાન મોત થઈ ચુક્યા છે. રાજકોટ સિવિલ ખાતે ૧૧ જેટલા સ્વાઇન ફ્લૂના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૪૦ જેટલા સ્વાઇન ફ્લૂના પોઝિટવ કેસ નોંધાયા હતા.

રાજકોટમાં સારવાર હેઠળ રહેલા દર્દીઓમાં ગ્રામ્ય વિસ્તારના ત્રણ અને શહેરી વિસ્તારના પાંચ દર્દીનો સમાવેશ થાય છે. રાજકોટ સિવાય અન્ય જિલ્લાના ત્રણ દર્દીઓની પણ રાજકોટ સિવિલમાં સારવાર ચાલી રહી છે. આ દર્દીઓ જૂનાગઢ, પોરબંદર અને કચ્છના છે.

રાજકોટના એક યુવક અને એક આધેડનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સિઝનમાં રાજ્યમાં અત્યાર સુધી સ્વાઇન ફ્લૂના ૧૬૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. તેની સાથે જ મૃત્યાંક ૪૨ પર પહોંચ્યો છે.

Leave a Reply