ધર્મ

ભારતના મહાન ગુરુ

ભારતીય સંસ્કૃતિ માં ગુરૂ શિષ્યનું મહત્વ

Guru
546

ભારતના મહાન ગુરૂ, ભારતીય સંસ્કૃતિ માં ગુરૂ શિષ્યનું મહત્વ, ગુરૂ શિષ્યની પરંપરા, ભારતમાં ગુરુને ઈશ્વર તુલ્ય દરજ્જો મળ્યો છે. ભારતમાં ગુરૂ શિષ્યની પરંપરા જે બીજે ક્યાંય જોવા નથી મળતી. ખરેખર તો અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે ભારતીય ગુરૂ પૂર્ણિમા ઉજવે છે. પરંતુ ટીચર્સ ડે કે જે પાંચમી સપ્ટેમ્બરે આવે છે પણ હવે એ નવી પરંપરા શરૂ થઈ છે. ગુરુઓની મહિમા વિશે જેટલું જાણીએ તેટલું ઓછુ છે.

એક પંક્તિ છે…. ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસ કો લાગુ પાય, બલિહારી ગુરુ આપની ગોવિંદ દીયો બતાય. આમ ગુરુનું મહત્વ ગવાયું છે. આજે જાણો ભારતીય સંસ્કૃતિના મહાન ગુરુઓ અને તેમના શિષ્યો વિશે મહર્ષિ વેદ વ્યાસ અને ગણપતિ મહાભારતના રચયિતા મહર્ષિ વેદવ્યાસથી ભાગ્યેજ કોઈ ભારતીય અજાણ હશે. પ્રાચીન ભારતીય ગ્રંથોમાં મહર્ષિ વેદ વ્યાસને પ્રથમ ગુરુનો દરજ્જો પ્રાપ્ત છે. તેથી જ ગુરુ પૂર્ણિમા વેદવ્યાસને સમર્પિત છે. મહર્ષિ વેદવ્યાસ અજર અને અમર માનવામાં આવે છે. તેમને ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે. તેમનું પુરું નામ કષ્ણદૈપાયન વ્યાસ હતું.

મહર્ષિ વેદ વ્યાસે જ વેદો અને ૧૮ પુરાણો તેમજ મહાભારત મહાગ્રંથની રચના કરી હતી. તેમના કથનોને શબ્દદેહ તેમના પરમ શિષ્ય એવા ગણપતિએ આપ્યો હતો.

મહર્ષિ વાલ્મિકી રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકિ હતા. મહર્ષિ વાલ્મીકિએ અનેક અસ્ત્ર -શસ્ત્રના આવિષ્કારક માનવામાં આવે છે. ભગવાન રામના બંને પુત્ર લવ અને કુશ મહર્ષિ વાલ્મીકિના શિષ્ય હતા.

ગુરુ દ્રોણાચાર્ય મહાભારતમાં ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના ૧૦૦ પુત્રો તેમજ પાંડુ અને કુંતિના ૫ પુત્રો તેમના શિષ્ય હતા. દ્રોણાચાર્ય એક મહાન ધનુર્ધર હતા. ગુરુ દ્રોણનો જન્મ એક દ્રોણી એટલે કે એક પાત્રમાં થયો હતો. તેથી તેમના પિતાએ મહર્ષિ ભારદ્વાજજીએ તેમનું નામ દ્રોણ રાખ્યું હતું. મહર્ષિ ભારદ્વાજ એ દેવ ગુરુ બૃહસ્પતિના અંશાવતાર હતા. અર્જુન અને એકલવ્ય એ ગુરુદ્રોણના બંને શ્રેષ્ઠ શિષ્ય હતા.

ગુરુ વિશ્વામિત્ર મહાન ભૃગુ ઋષિના વંશજ હતા. વિશ્વામિત્રના શિષ્યોમાં ભગવાન રામ અને લક્ષ્મણ હતા. વિશ્વામિત્રે ભગવાન રામ અને લક્ષ્મણને અનેક અસ્ત્ર અને શસ્ત્રોનું જ્ઞાન આપ્યું હતું.

પરશુરામ જન્મથી બ્રાહ્મણ હતા પણ સ્વભાવે ક્ષત્રિય હતા. તેમણે પોતાના માતા-પિતાનો અપમાનનો બદલો લેવા માટે તેમણે પૃથ્વી પર મૌજૂદ સમસ્ત ક્ષત્રિય રાજાઓનો સર્વનાશ કરી નાંખ્યો હતો. પરશુરામના શિષ્યોમાં ભીષ્મ, દ્રોણાચાર્ય અને કર્ણ જેવા યોદ્ધાઓના નામ શામેલ છે.

દૈત્યગુરુ શુક્રાચાર્ય રાક્ષસોના ગુરુ માનવામાં આવે છે. તેમનું અસલી નામ શુક્ર ઉશનસ છે. ગુરુ શુક્રાચાર્યને ભગવાન શિવને મૃત સંજીવની આપી હતી. જેનાથી મરનારા દાનવ ફરીથી જીવિત થઈ જાય છે. ગુરુ શુક્રચાર્યના દાનવોની સાથે સાથે દેવ પુત્રોને પણ શિક્ષા આપી.

ગુરુ વશિષ્ઠ ગણતરી સપ્તઋષિઓમાં થતી હતી. સૂર્યવંશના કુળગુરુ વશિષ્ઠ હતા. જેમણે રાજા દશરથને પુત્રેષ્ટિ યજ્ઞ કરવા માટે કહ્યું હતું. જેને કારણે ભગવાન રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નનો જન્મ થયો હતો. આ ચારેય ભાઈઓએ તેમની પાસેથી શિક્ષા-દીક્ષા લીધી હતી.

દેવગુરુ બૃહસ્પતિ દેવતાઓના ગુરુની પદવી આપવામાં આવી છે. દેવગુરુ બૃહસ્પતિ રક્ષોધ્ર મંત્રોનો પ્રયોગ કરીને દેવતાઓનું દૈત્યોથી રક્ષા કરતા હતા. યુદ્ધમાં જીત માટે યોદ્ધાઓં એમની પ્રાર્થના કરતા હતા.

ગુરુ કૃપાચાર્ય કૌરવો અને પાંડવોના ગુરુ હતા. ભીષ્મે તેમને પાંડવો અને કૌરવોને શિક્ષણ આપવા માટે નિયુક્ત કર્યા હતા. કૃપાચાર્ય પોતાના પિતાની જેમ જ ધનુર્વિદ્યામાં નિપુણ હતા. કૃપાચાર્યને ચિરંજીવી હોવાનું વરદાન પણ પ્રાપ્ત હતું. રાજા પરીક્ષિતને પણ તેમણે અસ્ત્ર અને શસ્ત્ર વિદ્યાના પાઠ ભણાવ્યા હતા.

આદિગુરુ શંકરાચાર્ય તેને જગતગુરુ આદિ શંકરાચાર્યનું બિરુદ પણ આપવમાં આવ્યું છે તેમજ હિંદૂઓના ધર્મગુરુ માનવામાં આવે છે. તેમનો જન્મ કેરળમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ૭ વર્ષની ઉંમરમાં તેમણે વેદોમાં મહારત પ્રાપ્ત કરી લીધી હતી. શંકરાચાર્યે ભારતમાં અનેક મઠ અને ૪ પવિત્રધામોની સ્થાપના કરી હતી. સનાતન ધર્મમાં માન્યતા છે કે આદિ શંકરાચાર્ય ભગવાન શંકરના જ અવતાર હતા.

મહર્ષિ સાંદિપનિ કે જે ભગવાન કૃષ્ણના ગુરુ હતા. તેમણે અને સુદામાએ તેમની પાસેથી શિક્ષણ મેળવ્યું હતું. આ ઉપરાંત મહર્ષિ સાંદિપનિએ કૃષ્ણ અને સુદામાને અસ્ત્ર અને શસ્ત્ર ચલાવવાનું જ્ઞાન પણ આપ્યું હતું. તેથી જ શ્રીકૃષ્ણ સોળે કળાઓના જાણકાર માનવામાં આવે છે. તેમને આ જ્ઞાન તેમના ગુરુ પાસેથી મળ્યું હતું.

Leave a Reply