ધર્મ

ભદૈયા કુંડ માં સ્નાન કરવાથી પ્રેમીઓનો પ્રેમ ખુબજ વધે છે

અહી એવું વરદાન પર્ણ છે કે સ્નાન કર્યા પછી પ્રેમીઓને કોઈ છુટા પાડી શકતું નથી

Bhadaiya Kund
408

ભદૈયા કુંડ માં સ્નાન કરવાથી પ્રેમીઓનો પ્રેમ ખુબજ વધે છે, અહી એવું વરદાન પર્ણ છે કે સ્નાન કર્યા પછી પ્રેમીઓને કોઈ છુટા પાડી શકતું નથી. આ એક એવા કુંડ છે કે ત્યાં પ્રેમ-પ્રેમિકા કે પતિ-પત્ની સ્નાન કરી લે તો તેમને કોઈ અલગ નથી કરી શકતું.

મધ્યપ્રદેશમાં શિવપુરીમાં ભદૈયા કુંડ આવેલ છે આ કુંડ સાથે જોડાયેલી એક ધાર્મિક માન્યતા પ્રમાણે લગ્ન પછી પતિ-પત્ની આ પાણીથી નહાય તો તેમની વચ્ચે હંમેશા પ્રેમ અકબંધ રહે છે, તેમની વચ્ચે આ જીવન વિવાદ થતો નથી. સ્નાન કર્યા પછી પ્રેમી જોડાને વરદાન પણ મળે છે.

ઘણા વર્ષો પહેલા શિવપુરી સિંધિયા રાજ્યની ઉનાળાની રાજધાની હતી. તે શિવપુરીમાં ગરમીના સમયમાં અહીં રહેવા માટે આવતા હતા. ભદૈયા કુંડની એક દંતકથા પ્રમાણે બે પ્રેમી અહીં તપસ્યા કરીને વરદાન પ્રાપ્ત કર્યું હતું કે આ કુંડમાં નહાનારા પ્રેમીનો પ્રેમ વધારે તાકાતવાળો બને. ત્યારથી અહીં મોટી સંખ્યામાં કપલ સ્નાના કરવા માટે પહોંચે છે.

અહી હોટલ અને અન્ય સુવિધાઓ પણ છે. અહીં આવનારા પ્રવાસીઓમાં સૌથી વધુ દંપત્તી હોય છે, જોકે વડીલોની સંખ્યા પણ ઓછી નથી હોતી. આ કુંડમાં સ્નાન કરવાનો સારો સમય ચોમાસાનો માનવામાં છે કારણ કે આ સમયે કુંડમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે.

Leave a Reply