ધર્મ

તિરુપતિ બાલાજી અગાસી ઉપરનો વિડીયો

ભગવાન વિષ્ણુ ના ૧૨ અવતાર ની સોનાની મુર્તિ ના દશઁન

Tirupati Balaji
322

તિરુપતિ બાલાજી અગાસી ઉપરનો વિડીયો, ભગવાન વિષ્ણુ ના ૧૨ અવતાર ની સોનાની મુર્તિ ના દશઁન, શ્રીપતિ એટલે કે લક્ષ્મીપતિ તરીકે બિરાજયા છે. સદીઓ પહેલાં વૈખાનસ ગોપીનાથ સાથે આવેલા રગાદાસને અહીં આમલીના વૃક્ષ નીચે સૂતેલા ભગવાન શ્રીપતિનાં દર્શન થયાં ને તેણે છાયા રૂપે દેરી બંધાવી.

આદિ શંકરાચાર્યે તો અહીં ભજગોવિન્દમ્ ગાયું છે અને અહીં શ્રીચક્ર સ્થાપ્યું છે તો રામાનુજાચાર્યે ચક્ર અને શંખ ધરાવ્યાં છે. જગ સાધારણ અને રાજવંશો, જેનાં કીર્તનો અને જેણે રચેલી સ્તુતિઓ હજીય નિત્ય ગવાય છે એવા ભકતો, મહાપંડિતો-તત્ત્વજ્ઞાનીઓ-કવિઓ અને ધનકુબેરો સૌની સદીઓના સાતથી સઘન થતી જતી શ્રદ્ધા અહીં આ શ્રીપતિ તિરુપતિનાં ચરણોમાં ઠલવાયા કરે છે.

તિરુપતિ દેવસ્થાન સૌથી ધનાઢય હિંદુ દેવસ્થાન છે, એની ભેટપેટીમાંથી રૂપિયાની થોકડીયો, સોનાની લગડીઓ અને હીરાનાં પડીકાય નીકળે છે! એટલું જ નહીં, ત્યાં પુરુષ અને સ્ત્રી, સઘળા, નવપરિણીત પણ પોતાની સુંદરતાની સંપત્તિરૂપ પોતાના કેશકલાપ ન્યોછાવર કરે છે.

Leave a Reply