ટેકનોલોજી

ટોયલેટ પેપર સર્ચ કરો ગૂગલ પર

પાકિસ્તાનનો રાષ્ટ્રીય ઝંડો જોવા મળે છે

Toilet Paper Google Search
365

ટોયલેટ પેપર સર્ચ કરો ગૂગલ પર, જોવો કોને રાષ્ટ્રીય ઝંડો જોવા મળે છે, પાકિસ્તાનનો રાષ્ટ્રીય ઝંડો રિઝલ્ટમાં દેખાડી રહ્યું છે. પુલવામા આતંકવાદી હુમલા બાદ દેશ ગુસ્સામાં છે. રોડ રસ્તાથી લઇને સોશિયલ મીડિયામાં લોકો પાકિસ્તાન વિરૂદ્ધ ગુસ્સો ઠાલવી રહ્યા છે. આ વચ્ચે માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર #besttoiletpaperinworld હૈશટેક ટ્રેન્ડ કરી રહ્યું છે. જો કે, ગૂગલ પર દુનિયામાં સૌથી સારૂ ટોયલેટ પેપર અને ટોયલેટ પેપર (Toilet Paper) (Best Toilet Paper in World) સર્ચ કરવા પર પાકિસ્તાનનો ઝંડો રિઝલ્ટમાં દેખાડી રહ્યું છે.

ગુરુવારે પુલવામા આતંકી હુમલા પછી ગૂગલ પર આ ગફલત જોવા મળી રહી છે. રસપ્રદ વાત એ છે કે, ગૂગલ સર્ચના પરિણામ ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. ખાસ કરીને આ મામલે ટ્વીટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના મેસેજીસ, પોસ્ટ અને અપડેટ વધવાથી પાકિસ્તાની ઝંડાનું ટોયલેટ પેપર વાયરલ થઇ રહ્યું છે.

આ વાતની લોકો સોશ્યલ મીડિયા પર પણ ભારે મજાક ઉડાવી રહ્યા છે.ટ્વિટરથી લઈને ફેસબૂક સુધી ગૂગલના સર્ચ એન્જિનમાં બતાવાતી પાકિસ્તાની ઝંડાની તસવીરો વાયરલ થઈ રહી છે.લોકો પોત પોતાની રીતે તેની મજાક ઉડાવી રહ્યા છે.

ગૂગલ પર દરરોજ લાખો પેઝોની ઇન્ડેક્સિંગ કરવામાં આવે છે. જ્યારે પણ તમે કોઇ પણ કી-વર્ડ સર્ચ કરતા હોવ ત્યારે ગૂગલ પોતાના પેઝ રૈંઝ એલ્ગોરિધમ દ્વારા તે કિ-વર્ડ સાથે સંકળાયેલા રિઝલ્ટ દેખાડે છે. હવે જો કોઇ સંગઠન કે વ્યક્તિ આ પ્રકારનું ષડયંત્ર કરે છે, જેનાથી કોઇ એક કિ-વર્ડને સર્ચ કરવા પર કોઇ ખાસ તસવીર કે વેબસાઇટ સૌથી ઉપર દેખાય તો તેને ગૂગલ બોમ્બિંગ અથવા ગૂગલ વોશિંગ કહેવામાં આવે છે.

Leave a Reply