તહેવાર

વસંત પંચમીનું મહત્વ અને પૂજાનાં શુભ મુહૂર્ત

માં સરસ્વતીની આરાધના અને ઉપાસના કરવાનો દિવસ

Vasant Panchami
374

માં સરસ્વતીની કૃપા જેના પર હોય તે બુદ્ધિમાન બને છે અને તેઓમાં આત્મવિશ્વાસનો અભાવ રહેતો નથી. વસંત પંચમીએ પ્રકૃતિનો ઉત્સવ છે. આ દિવસે કોઇ પણ કાર્યનો શુભઆરંભ મુહર્ત જોયા વિના કરી શકાય છે. આ પર્વ અજ્ઞાનનો નાશ કરી પ્રકાશ તરફ લઇ જાય છે. સુર્યના ઉતરાયણ થયા બાદ વસંત પંચમી પહેલો ઉત્સવ આવે છે.

હિન્દુ સંસ્કૃતિમાં વસંત પંચમીના દિવસે બાળકોને અક્ષર જ્ઞાનનો પ્રથમ અક્ષર શીખવવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ, પંચમીની તિથી સૂર્યોદય અને બપોર વચ્ચે ગણાય છે. આ દિવસને સરસ્વતીની ઉપાસના માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ખાસ કરીને યોગ્ય માર્ગદર્શન સાથે માતા સરસ્વતીની ઉપાસના કરવા માટેનો આ ઉત્તમ દિવસ છે.

આ દિવસે પાંચ પર્વની એક સાથે ઉજવણી થશે. જેમકે, આ દિવસે વસંત-પંચમી, શ્રી પંચમી, મદન-પંચમી, શિક્ષાપત્રી જયંતી, ગાયત્રી પરિવારનાં સંસ્થાપક પં.શ્રીરામ શર્મા આચાર્યજીનો આધ્યાત્મિક જન્મદિન છે. ખાસ કરીને આ સરસ્વતી દેવીની કૃપા મેળવવા માટે પણ આ દિવસ સર્વશ્રેષ્ઠ છે.

વસંત પંચમી પર માતા સરસ્વતીની ઉપાસના વખતે સરસ્વતી ચાલીસાને વાંચવી જોઈએ. વસંતમાં પ્રકૃતિની સુંદરતા નિખરી ઊઠે છે. આથી, વસંત પંચમીના દિવસે પીળા કપડાં પહેરવામાં આવે છે. વસંતપંચમીએ સરસ્વતીજીની પૂજા કરવાથી તેમની કૃપા આપણા ઉપર રહે છે.

Leave a Reply